ગાંધીનગરમાં સુરતના પિતા-પુત્રીએ કર્યો કાંડ, નોકરી મેળવવા જુઓ શું કર્યું….

Spread the love

ગાંધીનગર કલ્પસર વિભાગમાં નોકરી મેળવવા માટે બક્ષીપંચની જાતિનું બોગસ સર્ટિફિકેટ બનાવનારા સુરતના પિતા-પુત્રીની અઠવા લાઈન્સ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસે આપેલી વિગતો મુજબ 257, યમુનાપાર્ક સોસાયટી. મણીબા સ્કુલની પાસે ડભોલી રોડ કતારગામ સુરત ખાતે રહેતી 25 વર્ષીય રેખાબેન શાંતિલાલ શંકરલાલ ખટીકે “હિન્દુ ખટીક જાતિ અંગેન બક્ષીપંચ અંગેનુ પ્રમાણ પત્ર મેળ્યું હતું.

પિતા શાંતિલાલ શંકરલાલ ખટીક 1978 પહેલા ગુજરાતમાં રહેતા ન હોવા છતા પોતાના નામનું જુની તરેડ પ્રાથમિક શાળા મુકામ તરેડ તા.મહુવા જી.ભાવનગર ના જનરલ રજિસ્ટર નં.151 તા.16/07/2008 નુ બનાવટી એલ.સી. બનાવડાવ્યું હતું.

પિતા-પુત્રીએ એક બીજાની મદદથી બોગસ એલ.સી. તા.30/05/2016ના રોજ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી સુરતની કચેરી ખાતે રજૂ કર્યું હતું. રેખા ખટીકે પોતાનુ “હિન્દુ ખટીક” જાતિ અંગેનુ બક્ષીપંચ અંગેનુ પ્રમાણ પત્ર મેળવીને આ પ્રમાણ પત્ર કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2, સીધી ભરતીની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે રજુ કર્યું હતું.આ બોગસ સર્ટિફિકેટના આધારે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવા પ્રયાસ કર્યો હતો.

બોગસ સર્ટિફિકેટ અંગે સમાજ કલ્યાણ અધિકારી જીતેન્દ્રકુમાર નવજીભાઈ ચૌહાણ નાઓએ તા.01/10/2024એ આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ આપતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ૉ

સમગ્ર કેસમાં પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત, સંયુક્ત પો.કમિશનર સેકટર-2 કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-4 વિજયસિંહ ગુર્જર અને મદદનીશ પો.કમિશનર “જી” ડિવિઝન વી.આર.મલ્હોત્રાની માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી.

ખાસ કરીને અઠવાના પોલીસ ઇન્સ્પેકટર જી.એમ.હડીયા અને તેમની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટ દરમિયાન રેખાબેન શાંતીલાલ શંકરભાઈ ખટીક (ઉ.વ.25 રહે. ઘર નં.257, યમુનાપાર્ક સોસાયટી, ડભોલી રોડ કતારગામ સુરત અને શાંતીલાલ શંકરભાઇ ખટીક (ઉ.વ.53)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com