ગરબામાં ઉપસ્થિત સિંગર કિંજલ દવેએ હવે ભારે નારાજગી વ્યક્ત કરી,સામાન્ય જનતાને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી

Spread the love

નવરાત્રીને લઈ હાલ ગરબા રસિકોમાં ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં પ્રિ-નવરાત્રી ગરબાનું આયોજન કરાયું હતું. જોકે આ ગરબામાં ઉપસ્થિત રહેલ સિંગર કિંજલ દવેએ હવે ભારે નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં આ પ્રિ-નવરાત્રી ગરબામાં ભારે ભીડ જામી હતી. આ ગરબા કાર્નિવલમાં આયોજકોએ મર્યાદિત કરતાં વધુ લોકોને પ્રવેશ આપ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

આ સાથે ગ્રાઉન્ડમાં ખૈલેયાઓની સંખ્યા વધી જતા ઉભા રહેવાની પણ જગ્યા બચી ન હોવાથી હેવ નિયમોને નેવે મૂકી પૈસા ખેરવતા આયોજકો માટે કિંજલ દવેએ વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં કિંજલ દવેએ સામાન્ય જનતાને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે.

આ તરફ નિયમોના બણગા ફૂંકતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. હવે સવાલ થઈ રહ્યો છે કે, કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત ? નવરાત્રી દરમિયાન આવા પૈસા કમાવવાની લાલચે જે ઓર્ગેનાઈઝરો નિયમો નેવે મૂકી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ પણ એક સવાલ છે. RM પટેલ ફાર્મમાં યોજાયેલ આ પ્રી નવરાત્રી નામે પૈસા કમાવા મર્યાદિત કરતા વધુ પાસ વહેંચી માર્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અહીં ગ્રાઉન્ડમાં ખૈલેયાઓની સંખ્યા વધી જતા ઉભા રહેવાની પણ જગ્યા બચી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com