રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરી નિમણૂક કરવામાં આવશે.

આ જગ્યાઓ માટે 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી જાહેર કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી જાહેર કરાશે. આખરી મેરિટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં 10 વર્ષ પહેલાં સ્ટાફ નર્સ

વર્ગ-3ની કુલ 7785 જગ્યા મંજૂર કરાઇ હતી. એ મંજૂર

જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં

આવ્યો છે. હાલમાં રાજ્યનાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને

હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યા મંજૂર કરાઈ છે. રાજ્યમાં

છેલ્લાં 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યાઓ

સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફ નર્સની બઢતી/

વયનિવૃત્ત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ

ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં

આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com