ગરબામાં રાજનીતિ ના હોવી જોઈએ, રાજનીતિ માટે અનેક મુદ્દાઓ છે, રાજકારણ કરતા પ્રજાના કારણ જાણો: હર્ષ સંઘવી

Spread the love

સુરતમાં યોજાયેલા ગરબામાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે લોકોની વચ્ચે જઈને મોટી વાત કરી હતી,તેમણે કહ્યું કે ગુજરાતમાં દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારૂ લોહી ઉકળી ગયું છે,આવી ઘટના બનવી ના જોઈએ સાથે સાથે તેમણે કહ્યું કે ગરબામાં રાજનિતી ના હોવી જોઈએ અને રાજનિતી માટે અનેક મુદ્દાઓ છે,આમાં પોલિટિકસ કરવું ના જોઈએ.

સુરત ખાતે ગરબામાં હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું છે.દરીંદાઓને પકડવા માટે માં અંબા પોલીસને શકિત આપે,માં અંબાના ગરબા રમવામાં શું ખોટું છે.નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા,માં અંબે ને વિચારી ને કોઈ ખોટું કામ ના કરતા.શહીદ પરિવારને પોલીસે પોલીસ ગ્રાઉન્ડ માં સ્ટોલ આપ્યો છે હું તેમનો આભાર માનું છું સાથે સાથે વર્ષોથી ચાલતી માં અંબાના ગરબાની પરંપરા ચાલે છે અને મોડી રાત સુધી ગરબા રમાય છે.

સુરતમાં ગરબમાં ધામધૂમથી રમાય છે જેના કારણે હર્ષ સંઘવી સુરત પોલીસ કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા અને તેમણે જાત નિરીક્ષણ કર્યુ હતુ,ગરબા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચાંપતી નજર હતી આ સાથે સાથે પોલીસ કમિશનર, DCP સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.પાર્ટી પ્લોટ અને શેરી ગરબાઓ પર ચાંપતી નજર રખાઈ રહી છે.હર્ષ સંઘવીએ કહ્યું કે,તમામ સ્થળ પરથી કેમેરા મારફતે કંટ્રોલરૂમથી નજર રખાઈ રહી છે અને પોલીસ ફરજ નિભાવી રહી છે.

ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયું દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,હાલમાં ઘટનાસ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ઘટના સ્થળેથી ચશ્મા અને ઝાંઝરની ઘુઘરી મળી આવી છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી છે તેમજ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે,આ ઘટનાની નોંધ વડોદારા શહેર પોલીસ કમિશનરે પણ લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં આરોપીઓ પણ ઝડપાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com