ઇઝરાયેલ અને ઇરાનની વચ્ચે જારી સંઘર્ષની વચ્ચે હવે તહેરાનને ભારતની યાદ આવી છે. હજી એક દિવસ પહેલાં જુમ્માની નમાજ પછી ઇરાનના સુપ્રીમ નેતાએ ઇઝરાયેલને ધમકી આપી હતી. તેમણે વિશ્વના મુસ્લિમ દેશોથી એકજુટ રહેવાની અપીલ કરી હતી.
વૈશ્વિક આર્થિક પ્રતિબંધ સહન કરી રહેલા ઇરાન હવે સંઘર્ષ ટાળવાના પ્રયાસ કરી રહ્યું છે. એ માટે એણે ખૂલીને ભારતને મદદ કરવાની અપીલ કરી છે.
ઇરાનના એમ્બેસેડર ઇરાજ ઇલાહીએ ભારતને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
ભારતમાં ઇરાનના એમ્બેસેડર ઇરાજ ઇલાહીએ ઇઝરાયેલની સાથે જારી ટેન્શનને ઓછું કરવા માટે ભારતથી મદદ માગી છે. ભારતે આ તકનો ઉપયોગ ઇઝરાયેલને સમજાવવા માટે કરવો જોઈએ. હાલના સમયે એ જરૂરી છે કે ઇઝરાયેલ એની આક્રમકતા પર લગામ લગાવે, જેથી મધ્ય-પૂર્વમાં ટેન્શન ઓછું થાય. આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાની દ્રષ્ટિએ એ જરૂરી છે.
ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક દાયકામાં ઘણો ગરમાટો આવ્યો છે. PM મોદીએ ઇઝરાયેલની મુલાકાત લીધી હતી, જ્યારે ઇજરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુ પણ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સિવાય ઇરાનની સાથે ભારતના કૂટનીતિના સંબંધ રહ્યા છે. બંને દેશોની વચ્ચે વાર્તા માટે હાલના સમયે ભારત માટે સારો વિકલ્પ છે. ઇરાનના એમ્બેસેડરે કહ્યું હતું કેજો ઇઝરાયેલ એની આક્રમકતા પર વિરામ લગાવશે તો અમે પણ રોકાઇ જઈશું અને અમે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છીએ છીએ.