ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો.
ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો.
આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.
આગ્રાના પોલીસ ઉપાયુક્ત સૂરજ રાયે પુષ્ટિ કરી કે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ ઘણા પ્લેટફોર્મ્સથી વીડિયો હટાવવામાં સફળ રહી છે. પોલીસે શિક્ષિકાને ખાતરી આપી છે કે તેની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં, પોલીસ મિશન શક્તિ અભિયાન માટે શિક્ષકના વિસ્તારમાં ગઈ હતી. આનાથી તેને હિંમત મળી. તેણે ડીસીપી સિટી સૂરજ રાયને અરજી કરી. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. પેજ બનાવનાર યુવકની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દુષ્કર્મની જાણ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. તેઓ હવે તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે.