BCCIની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અને મહિલા અંડર-19 T20 ટ્રોફી બંને મેચમાં ગુજરાત જીત્યું

Spread the love

GCAએ U19 મહિલા ટીમને સતત 4થી જીત માટે અને BCCI U19 T20 ટૂર્નામેન્ટના નોક આઉટમાં પહોંચવા માટે એક લીગ રમત સાથે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા

અમદાવાદ

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે BCCIની વિનુ માંકડ મેન્સ અને મહિલા અંડર-19 બંને મેચમાં નવ વિકેટે અને 145 રનથી ગુજરાતની જીત થઈ છે.બીસીસીઆઈની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 BCCIની મહિલા અંડર-19 T20 ટ્રોફી મેચ ગુજરાત અને મિઝોરમ વચ્ચે SSN કોલેજ ગ્રાઉન્ડ, ચેન્નાઈ ખાતે રમાઈ હતી.ગુજરાત પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. ચાર્લી સોલંકીએ 47 બોલમાં 11 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. શ્રેયા ખલાસીએ 48 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. મિઝોરમ બોલિંગમાં સંધિયાએ 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ અને માવીએ 2 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.મિઝોરમ બેટિંગમાં 20 ઓવરમાં 9 વિકેટે 44 રન બનાવ્યા હતા. સોમતલુઆંગીએ 40 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. કેરીએ 28 બોલમાં 1 ફોરની મદદથી 10 રન બનાવ્યા હતા.ગુજરાત બોલિંગ માં સંચિતા ચાંગલાનીએ 3 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ લીધી હતી.  નિધિ દેસાઈએ 4 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી.જિયા જૈને 4 ઓવરમાં 3 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.યશવી માલમે 4 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. GCA U19 મહિલા ટીમને સતત 4થી જીત માટે અને BCCI U19 T20 ટૂર્નામેન્ટના નોક આઉટમાં પહોંચવા માટે એક લીગ રમત સાથે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

જ્યારે બીજી મેચમાં બીસીસીઆઈ ની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 મેચમાં મણિપુર સામે ગુજરાત 9 વિકેટે જીત્યું છે.સ્લિમ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, પુડુચેરી ખાતે ગુજરાત વિ મણિપુર વચ્ચે રમાઈ હતી.મણિપુરે પ્રથમ બેટિંગ લીધી હતી.જેમાં 26.5 ઓવરમાં ફક્ત 77 ઓલઆઉટ થઈ હતી.મેક્સે 38 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા. હેશનામસિંહે 31 બોલમાં 2 ફોરની મદદથી 11 રન બનાવ્યા હતા. ગુજરાતમાંથી બોલિંગમાં મીત પટેલે 7 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ અને રૂદ્ર એન પટેલે 2.5 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.ગુજરાત જવાબમાં 11.3 ઓવરમાં 1 વિકેટે 78 રન કર્યા હતા. મૌલ્યરાજસિંહે 32 બોલમાં 4 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 38(એન.ઓ.) રન બનાવ્યા હતા. રૂદ્ર એમ પટેલે 31 બોલમાં 1 ફોર, 1 સિક્સ વડે 29 રન નોટ આઉટ બનાવ્યા હતા. મણિપુરે બોલિંગમાં દંક્ષે 5 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com