અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદએ ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાન્તીય દારૂના મુદ્દામાલ નિકાલ માટે સુચના આપેલ હોય નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ, સાણંદના માર્ગદર્શન અને તેમની હાજરીમા સાણંદ ડીવીઝનના બોપલ પોલીસ સ્ટેશન, ચાંગોદર પોલીસ સ્ટેશન, સાણંદ પોલીસ સ્ટેશન તથા સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનાઓમા પકડવામા આવેલ ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાન્તીય દારૂ મુદ્દામાલ નાશ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરાવડાવી મુદ્દામાલ નાશ કરવા નામદાર કોર્ટથી અલગ અલગ હુકમો મેળવી ચાંગોદર પોલીસ સ્ટેશન તથા બોપલ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ચાંગોદર પોલીસ સ્ટેશન હદના મોજે સનાથલ ગામની સીમ નવો ટી.પી. રોડ, સનાથલ અસલાલી રીંગરોડ ઉપર ખુલ્લી જગ્યામા નાયબ કલેકટર સાણંદ પ્રાન્ત સાણંદ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાણંદ વિભાગ સાણંદ, પોલીસ ઇન્સ્પેકટર બોપલ પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેકટર ચાંગોદર પોલીસ સ્ટેશન, નશાબંધી અને આબકારી અધિકારીશ્રી તેમજ પંચોની હાજરીમા મુદ્દામાલ નાશ કરવામા આવ્યો.તેમજ સાણંદ પોલીસ સ્ટેશન તથા સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનનો ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાન્તીય દારૂ મોજે સાણંદ ખાતે દાદાગ્રામ આશ્રમશાળાની સામેના ખુલ્લા ટી.પી. ડામર વાળા રોડ ઉપર નાયબ કલેકટરશ્રી સાણંદ પ્રાન્ત સાણંદ, નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ સાણંદ, પોલીસ ઇન્સ્પેકટર સાણંદ પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેકટર સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન, નશાબંધી અને આબકારી અધિકારી તેમજ પંચોની હાજરીમા વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામા આવ્યો. આમ, સાણંદ ડીવીઝનના બોપલ પોલીસ સ્ટેશન, ચાંગોદર પોલીસ સ્ટેશન, સાણંદ પોલીસ સ્ટેશન, સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનાઓમા પકડવામા આવેલ કુલ રૂ. ૨૯,૧૭,૨૫૫ ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામા આવ્યો.