દિલ્હી પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફેલાયેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડ ઝડપાયું છે. દિલ્લી, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અત્રે જણાવીએ કે, આરોપી સંદીપ આર્યએ 34 કિડની ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ કરાવીને રૂપિયા 10 કરોડ પડાવ્યા હતા.
પાપ્ત માહિતી મુજબ આરોપી સંદીપ આર્ય તમામ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 35થી 40 લાખની રકમ પડાવતો હતો. આ રકમમાં ડોનેટનો રહેના સહિતનો તમામ ખર્ચો તેમજ બનાવટી દસ્તાવેજ સહિતનો ખર્ચો પણ આવરી લેવામાં આવતો હતો. આર્ય અને કશ્યમનાં ગ્રૂપને આમાં 7 લાખનો ફાયદો થતો હતો.
આપને જણાવીએ કે, જૂનમાં આ કૌભાંડ ઝડપવામાં આવ્યું હતું અને કૌભાંડનો માસ્ટર માઈન્ડ MBAની ડિગ્રી ધરાવે છે. ત્યારે અનેક હોસ્પિટલમાં કિડની ટ્રન્સપ્લાન્ટ કોર્ડિનેટર તરીકે આરોપી સેવા આપી ચૂક્યો છે. પોલીસે કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ આર્યની ઓળખ જાહેર કરી છે. સાથો સાથ ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશમાં પણ આ સમગ્ર કૌભાંડનો વ્યાપ વિસ્તરેલો હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે કુલ 8 લોકોને ઝડપ્યા છે. જેમાં સુમિત, શુખા, પ્રશાંત અને મોહમ્મદ હનિફએ આર્યનાં કિડની દાતા છે. જ્યારે તેજ પ્રકાશ નામનો આરોપી કિડની દાતાને શોધી લાવતો હતો.