ગત ગુરુવારે યુપીના અમેઠીમાં 2 બાળકો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ચંદન વર્માની ધરપકડ કરી હતી. આ પછી, એન્કાઉન્ટરમાં આરોપી ઘાયલ થયો હતો, બાદમાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ પૂનમ ભારતી સાથે ઘણા વર્ષોના સંબંધો હોવા છતાં ચંદન વર્માએ આવું ભયંકર પગલું કેમ ભર્યું? આ એક મોટો પ્રશ્ન છે, જેનો જવાબ હવે પોલીસને મળી ગયો છે.
3 ઓક્ટોબરની સાંજે અમેઠીમાં ચંદન વર્માએ શિક્ષક સુનીલ કુમાર, તેમની પત્ની પૂનમ ભારતી, તેમની પુત્રી દ્રષ્ટિ (6) અને એક વર્ષની પુત્રી સુનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ચંદન વર્માએ આવું કેમ કર્યું તે અત્યાર સુધી એક રહસ્ય હતું, પરંતુ અમેઠી પોલીસે તેની તપાસમાં આ રહસ્ય ઉકેલ્યું છે.
આ હત્યાનું સાચું કારણ 18 ઓગસ્ટે નોંધાયેલી FIRમાં છુપાયેલું છે, જે સુનીલ કુમારની પત્ની પૂનમ ભારતીએ ચંદન વર્મા વિરુદ્ધ રાયબરેલી શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ચંદન વર્મા અને પૂનમ ભારતી મિત્રો હતા. સંબંધ એટલો ગાઢ હતો કે બંને એકબીજાના ઘેર પણ જઈ શકતાં હતા. સુનીલ ભારતીએ જમીન ખરીદી ત્યારે ચંદન તેમાં સાક્ષી હતો, ત્યાર બાદ સુનિલની ગેરહાજરીમાં પણ ચંદન મળવા આવતો જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝગડા થવા લાગ્યાં હતા. આ કારણોસર સુનીલે ઘણી વખત ભાડાનું મકાન બદલ્યું અને અંતે તે તેની બે પુત્રીઓ સાથે તેના પરિવાર સાથે અમેઠીના શિવરતનગંજના આહરા ભવાની વિસ્તારમાં રહેવા લાગ્યો. જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો ત્યારે પૂનમ હંમેશા સ્પષ્ટતા કરતી કે ચંદન સાથે તેને કોઈ સંબંધ નથી, તેને માત્ર ખોટી શંકાઓ કરવાની આદત છે.
18 ઓગસ્ટે જ્યારે પૂનમ તેના બાળકોને બતાવવા હોસ્પિટલ પહોંચી ત્યારે તેણે ચંદન વર્માને પણ ફોન કર્યો હતો અને હોસ્ટિપલમાં પૂનમે ચંદન વર્માને થપ્પડ મારી દીધી. આ પછી ચંદને સુનીલ ભારતીને પણ માર માર્યો હતો અને પૂનમને પણ માર માર્યો હતો. આ ઘટના અંગે પૂનમ ભારતીએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી. એક તરફ પૂનમ સાથે તેના ઘણા વર્ષો જૂના સંબંધોનો અંત આવી રહ્યો હતો, તો બીજી તરફ પૂનમને બધાની સામે થપ્પડ મારતા ચંદન વર્મા નારાજ હતો અને તેણે બધાની હત્યાનો નિર્ણય કર્યો હતો.
અમેઠીમાં શિક્ષક સુનિલ વર્મા, તેની પત્ની, પૂનમ, 6 વર્ષની પુત્રી દ્રષ્ટિ અને એક વર્ષની સુનીની હત્યામાં અફેર નીકળ્યું છે. પીડિતા પૂનમ અને આરોપી ચંદન વર્મા વચ્ચે અફેર હતું બન્ને એકબીજાને પસંદ પણ હતા પરંતુ છેલ્લા થોડા સમયથી બન્ને વચ્ચેના સંબંધો બગડ્યાં અને પછી પૂનમ તેનાથી દૂર જવા લાગી હતી પરંતુ ચંદન સંબંધ ચાલુ રાખવા માગતો હતો અને પૂનમની હેરાનગતિ પણ કરતો અને તેની છેડતી પણ કરતો આથી તંગ આવીને પૂનમ ચંદન સામે ફરિયાદ નોંધાવી હતી, આ વાતે ચંદને આખા પરિવારની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
રાયબરેલીનો રહીશ ચંદન વર્માએ હત્યાકાંડ આચરતાં પહેલા વોટ્સએપ સ્ટેટસ પર પાંચ લોકોની હત્યા વિશે લખ્યું હતું. ચંદનનું વોટ્સએપ સ્ટેટસ વાયરલ થઈ રહ્યું છે, જેમાં અંગ્રેજીમાં લખ્યું છે, ” 5 લોકો મરી જવાના છે, હું તમને જલ્દી બતાવીશ.
ચંદનના નજીકના મિત્રએ જણાવ્યું કે ચંદન પૂનમ સાથે લગ્ન કરવા માંગતો હતો. પૂનમ તેની સાથે સંબંધ ઇચ્છતી હતી, પરંતુ તેણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં ચંદન તેના પર ગુસ્સે થવા લાગ્યો.
યુપીના અમેઠીમાં ગુરુવારે સાંજે સાત વાગ્યે સુનીલ તેની પત્ની અને બાળકો સાથે ઘરે હતો. સાંજે સાત વાગ્યાની આસપાસ બાઇક પર સવાર લોકો ત્યાં પહોંચ્યા અને સુનીલ કુમાર, તેમની પત્ની પૂનમ ભારતી, પાંચ વર્ષની પુત્રી સૃષ્ટિ અને દોઢ વર્ષની પુત્રી લાડો પર ગોળીબાર કર્યો. ગોળીઓનો અવાજ સાંભળીને લોકો દોડી આવ્યા હતા પરંતુ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે ચંદન વર્માનું નામ સામે આવ્યું હતું.
કસ્ટડીમાં ગોળીબાર કરીને ભાગવા જતાં પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં ચંદનને ઈજા પહોંચી હતી જે પછી સારવાર બાદ તેને જેલ મોકલી દેવાયો હતો.