દેશમાં પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય માટે સાયકલ બેસ્ટ છે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર કરોડો નહીં અબજોની ગ્રાન્ટો શાળા, કોલેજો અને વંચિત બાળકો માટે આપી રહી છે, ત્યારે તંત્ર દ્વારા જે માંગણી કરવામાં આવી હોય તે પૂર્ણ કરવા છતાં લોકો સુધી જે ચીજવસ્તુઓ પહોંચવી જોઈએ તે પહોંચતી નથી, ત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન અપાતી સાઇકલો 2023 થી 2024 ના વર્ષની ખરીદેલી કરોડો રૂપિયાની સાયકલો, સેક્ટર-3 ખાતે કાટ ખાઈ રહી છે, કોના બાપની દિવાળી? તંત્ર દ્વારા મોટા પોસ્ટરો, જરૂરીયાતો માટે કીટ અને શાળાના વિદ્યાર્થીઓ માટે સાયકલ જે વંચિતનો વિકાસ કરી શકાય, ત્યારે અહીંયા કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતથી છેવાડાના માનવી અને શાળાના બાળકો સુધી આ સાયકલો પહોંચી નથી, ત્યારે કરોડોની કિંમતોની સાઇકલો ધૂળ ખાતા ખાતા હવે કાટ ખાઈ રહી છે,
અગાઉ પણ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પણ આવી સાયકલો તકલાદી અને કાટ ખાઈ જતા નકામી બની ગઈ, ત્યારે હજારો સાયકલો તસવીરમાં જોઈ શકાય છે, બાકી નો પોલ્યુશન માટે સોલ્યુશન યોગ્ય છે, પણ આ સોલ્યુશન નો તોડ કરવા સાયકલો તો આપો, બાકી પંચર પડી ગયું અને ટાયરો પણ ખરાબ થઈ રહ્યા છે, કેટલા સમયથી આ સાયકલો આ શાળાના પટાંગણમાં હતી, હવે બહાર રોડ, રસ્તા પર મૂકી દેતા શહેરમાં ચર્ચા જગાવી છે,
બોક્સ
વંચિતોનો અને છેવડાના માનવીનો વિકાસ કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો નહીં અબજોની ગ્રાન્ટો આપે છે, ત્યારે તંત્ર જે લાભાર્થી છે, તેના સુધી પણ પહોંચતું નથી, આવી અનેક સાયકલો આજે સિવિલ પાસે આવેલા એક શાળામાં ધાબા ઉપર સાત વસ્તી કાટ ખાઈ રહી છે, હવે આ હજારો સાયકલો સેક્ટર ત્રણ ખાતે કાટ ખાતા કરોડો રૂપિયાનો ખર્ચ, કોના બાપની દિવાળી? તંત્ર તથા જવાબદાર અધિકારી સામે હવે પગલા કડક ભરવા જોઈએ