રાજ્યમાં નવરાત્રી જામી છે, ત્યારે ગરબાના પાસથી અનેક નેતાઓ ધારાસભ્યો, હોદ્દેદારો, નગરસેવકો ત્રસ્ત થઈ ગયા છે, પબ્લિકના કામોના ૫ દિવસમાં પાંચ ટકા પણ પ્રજાના ફોન આવતા નથી, સવારથી એક જ સમસ્યા લઈને નીકળે અને લોકોના ફોન આવે કે ગરબાના પાસનું કરી આપો ને?? ત્યારે ત્રણથી ચાર નગર સેવકોએ જણાવ્યું કે અમે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમારું કામ ગટર પાણી રોડ રસ્તાની સમસ્યા હોય તેના માટે લોકોએ ચૂંટીને મોકલ્યા છે, અત્યારે આ પ્રશ્ન ૫ દિવસથી પ્રજાના પ્રશ્નો સાઈડ લાઈન થઈ ગયા છે, ગટર ઉભરાશે તો ગટરની ગંધના ગોટા ભલે ઉડે તમને ફરિયાદ નહીં કરીએ, રોડ રસ્તા તૂટી ગયા છે, ધૂળ ઉડી રહી છે, ગંદકી અને કચરો રોડ રસ્તા પર પડ્યો છે, આ બધી ફરિયાદો નહીં કરીએ પણ ગરબાના પાસનું કરી આપો, જે ગરબા આયોજકોએ કવોટો આપ્યો હતો તે ક્વોટા બહાર ગરબા જતા રહ્યા છે, હવે તો નગરસેવકો કોઈનો ફોન અજાણ્યો ઉપાડતા જ નથી ઘણા તો ચાર વાગ્યા પછી સ્વીચ ઓફ કરીને બેસી જાય છે, ત્યારે એક નગર સેવકને તો ઘરમાં તડાફળી થઈ કે ફોન કેમ બંધ રાખો છો, ત્યારે જણાવેલ કે ગરબાના પાસના ત્રાસથી, ત્યારે હવે ઘણા નગરસેવકોએ નવા નંબરો લઈને અંગત વ્યક્તિઓને મોબાઈલ નંબર આપી દીધા છે, જેથી ફોન ગરબાના પાસ માટે આવે નહીં
બોક્સ
ગરબા ના પાસ ની સેવા ઉચ્ચ અધિકારીઓ એ કોન્ટ્રાક્ટરને આપી દીધી, કોન્ટ્રાક્ટરો ગરબાના પાસ ધારકો કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તેના માટે સેવામાં દોડા દોડી, ગરબામાં મર્યાદિત સંખ્યા કરતાં પાંચ ગણી, પબ્લિક વધી, ખીચો ખીચ, ભરચક, ગરબામાં પાસ કરતાં સંખ્યા વધી ગઈ, ગરબા આયોજકોને તડાકો પડ્યો, સવારથી 10:00 વાગે ફોન શરૂ થઈ જાય તે મોટાભાગના પાસ માટે, ત્રણ વાગ્યા પછી ફોન બંધ નોંધાયેલ નંબર સિવાય કોઈ ઉપાડવાના નહીં, ગરબા આયોજકો અને મોબાઈલ નંબર ટેમ્પરરી બદલી નાખ્યા, નવો નંબર સેવા પાસ ધારકો પાસે ન હોય.