સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચર્ચાના એરણે રહી હોય તેમ છાશવારે વિવાદોમાં સપડાઇ રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં આવેલા સર્જરી વોર્ડમાં મધરાત્રે નર્સ અને તબીબને પ્રેમાલાપ કરતા મહિલા સિક્યુરીટી ગાર્ડે રંગે હાથ ઝડપી લેતા દેકારો મચી ગયો હતો.
છીનાળુ જોઇ જનાર મહિલા સિક્યુરીટી ઉપર ‘ટ્રેપ’ ગોઠવી નોકરી દરમિયાન આરમ કરતો હોવાનું વીડિયો બનાવી મહિલા સિક્યુરીટી ગાર્ડને નોકરીમાંથી મુક્ત કરાવી ઘરભેગા કરાવી દેવામાં આવ્યા હતા. નર્સ અને તબીબના પ્રેમાલાપનો મામલો ઉંચ કક્ષાએ પહોંચતા નર્સની તાત્કાલીક બદલી કરી દેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. છિનાળુ છુપવવા નિર્દોશ મહિલા સિક્યુરીટી ગાર્ડને ઘેરભેગા કરી દેવાયા બાદ શું ફરી નોકરી ઉપર રાખવામાં આવશે કે કેમ? તે ચર્ચાએ જોર પકડ્યું છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર-નવાર વિવાદોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી અને તેના સબંધીઓના મોબાઇલ, પર્સ અને વાહનોની ચોરી તેમજ સારવારમાં તબીબોની બેદરકારી જેવા મુદ્દે સિવિલ હોસ્પિટલ છાશવારે વિવાદોમાં સંપડાઇ રહી છે. ત્યારે તબીબોને ભગવાન બિરુદ આપવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના અમુક તબીબો લોકોએ આપેલા ભગવાનના બિરુદને કંલાક લગાડી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે.
જેમાં સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઓપીડી બિલ્ડિંગમાં આવેલા સર્જરી વોર્ડમાં મધરાત્રે ફરજ બજાવતા નર્સ અને તબીબ બંધ કમરે મેં! પ્રેમાલાપ કરતા હતા. જે સમયે સર્જરી વોર્ડમાં ફરજ પર રહેલા મહીલ સિક્યુરીટી ગાર્ડે બંધ કમરે મેં પ્રેમાલાપ કરતા નર્સ અને તબીબને રંગે હાથ ઝડપી લીધા હતા. જેને લઇને નર્સ અને તબીબે મહિલા સિક્યુરીટી ગાર્ડ સાથે બબાલ કરતા હોબાળો મચી ગયો હતો. તબીબની પ્રેમાલાપની ઘટના પાછળ પડદો પાડવાના ઇરાદે મહિલા સિક્યુરીટી ગાર્ડની ઓપીડી બિલ્ડિંગના સર્જરી વોર્ડમાંથી બદલી કરી તાત્કાલીક અસરથી ટ્રોમા સેન્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી હતી.
છિનાળું છુપાવવા મહીલા સિક્યુરીટી ગાર્ડને ઘર ભેગા કરવાના બદ ઇરાદે મહિલા સિક્યુરીટી ગાર્ડ ઉપર ટ્રેપ ગોઠવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા મહિલા સિક્યુરીટી ગાર્ડને તબીયત ખરાબ હોવાથી તેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી કલાક આરામ કરવાનું જણાવ્યું હતુ. તબીયત ખરાબ હોવાથી મહિલા સિક્યુરીટી ગાર્ડને જોકુ આવી જતા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને ઉચ્ચ કક્ષાએ મહિલા સિક્યુરીટી ગાર્ડ ઉંઘતા હોવાનો પુરાવો આપી મહિલાને નોકરી ઉપરથી મુક્ત કરાવી ઘર ભેગા કરી દેવાયા હતા. નર્સ અને તબીબના પ્રેમાલાપનો ભોગ બનેલા મહિલા સિક્યુરીટી ગાર્ડને અચાનક ઘર ભેગા કરવામાં આવતા નર્સ અને તબીબના પ્રેમાલાપનો પર્દાફાશ થયો હતો. ફરજ દરમિયાન તબીબને શોભે નહીં તેવું વર્તન કરી પ્રેમાલાપ કરતા ઝડપાયેલી નર્સને તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઇને સિવિલ હોસ્પિટલના તબીબી આલમમાં ચક્ચાર મચી જવા પામી છે.