હરિયાણામાં એકપણ સીટ જીતી ન શકનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી આવી રહી છે. કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. આજની ચૂંટણીમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. દરેક ચૂંટણી, દરેક બેઠક મુશ્કેલ હોય છે. અમારે સખત મહેનત કરવી પડશે.
કોઈપણ પ્રકારની આંતરિક લડાઈ ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 2.15 વાગ્યા સુધીના આંકડા મુજબ હરિયાણામાં ભાજપ 47 સીટો અને કોંગ્રેસ 38 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી એકપણ જગ્યાએ જગ્યા બનાવી શકી નથી. જો કે જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલી ગયું છે, જ્યાં ડોડા સીટ પર AAPના ઉમેદવારનો વિજય થયો છે.
જો વાત હરિયાણાની કરીએ તો અહી વિધાનસભાની 90 સીટો છે. રાજ્યની આ સીટો પરર 1031 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, તેમાં 930 પુરુષ અને 101 મહિલાઓ સામેલ છે. હરિયાણાની બધી સીટો પર એક જ ચરણમાં 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ 66.96 ટકાથી વધું મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન માટે હરિયાણામાં 20632 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 13,500 બૂથ ગ્રામીણ અને 7132 બૂથ શહેરી વિસ્તારમાં હતા.
હરિયાણા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલી જ ચૂંટણી મેદાનમાં ઉતરી છે, જ્યારે કોંગ્રેસે MKP અને ભાજપે ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. કોંગ્રેસે નમાંકનની અંતિમ ક્ષણોમાં ભિવાની સીટ MKP માટે છોડી દીધી હતી. ભાજપે પણ હરિયાણા લોકહિત પાર્ટી માટે એક જ સીટ છોડી છે. કાંડાની સીટ. દુષ્યંતર ચૌટાલાની JJPનું એક એડવોકેટ ચંદ્રશેખર આઝાદ પાર્ટી સાથે ગઠબંધન છે. JJPએ 70 અને ASPએ 20 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. ઇન્ડિયન નેશનલ લોકદળ માયાવતીની આગેવાનીવાળી બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. આ ગઠબંધનછી INLDએ 53, BSPએ 37 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે.
વર્ષ 2019ની ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ 36.5 ટકા વોટ શેર સાથે 40 સીટો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરી હતી. કોંગ્રેસ 28.1 ટકા વોટ શેર સાથે 31 સીટો જીતીને બીજા નંબર પર રહી હતી. ત્રીજા નંબર પર રહેલી JJPએ 14.8 ટકા વોટ શેર સાથે 10 સીટો જીતી હતી. LNLD 2.1 ટકા વોટ શેર સાથે એક અને અન્ય ઉમેદવાર 18.2 ટકા વોટ શેર સાથે 8 સીટો જીતવામાં સફળ રહ્યા હતા. હરિયાણા વિધાનસભાની આ ચૂંટણી ઘણી બાબતે 2019 ચૂંટણીથી અલગ હતી. આ વખત સમીકરણથી લઇને ગઠબંધન સુધી ખૂબ અલગ રહી. ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂત, જવાન અને પહેલવાનો સાથે જોડાયેલા મુદ્દા હાવી નજરે પડ્યા.
સત્તાધારી ભાજપની વાત કરીએ તો લાડવા સીટ પરથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, અંબાલા કેન્ટથી અનિલ વીજ, ભિવાનીની લોહારુ સીટ પરથી જે.પી. દલાલ, તોશામથી શ્રુતિ ચૌધરી, બાદલીથી ઓમ પ્રકાશ ધનખડ, પંચકુલાથી જ્ઞાનચંદ ગુપ્તા, આદમપુરથી ભવ્ય બિશ્નોઇ, અટેલીથી આરતી સિંહ રાવ, કાલકાથી શક્તિ રાની શર્મા, નારનૌંદથી કેપ્ટન અભિમન્યુ મેદાનમાં છે. કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ગઢી સાંપલા-કિલોઇ, વીનેશ ફોગાટ જુલાના, ઉદય ભાન હોડલ અને ચંદ્રમોહન બિશ્નોઇ પંચકુલા સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. ડબવાલીથી અમિત સિહાગ રેવાડીથી ચિરંજીવ રાવ, તોશામથી અનિરુદ્ધ સિંહ અને કૈથલથી આદિત્ય સૂરજેવાલા ચૂંટણી લડી રહ્યા છે.
JJPની વાત કરીએ તો ઉચાના સીટ પરથી દુષ્યંત ચૌટાલા, ડબવાલી સીટ પરથી દિગ્વિજય ચૌટાલા અને INLDથી એલનાબાદથી અભય સિંહ ચૌટાલા, રનિયાથી અર્જૂન ચૌટાલા, ડબવાલીથી આદિત્ય દેવીલાલ ચૌટાલા નસીબ અજમાવી રહ્યા છે. AAPની ટિકિટ પર પૂર્વ રેસર કવિતા દલાલ જુલાના સીટ પરથી નસીબ અજમાવી રહી છે. તો રણજીત ચૌટાલા સિરસા, ચિત્રા સરવારા અંબાલા અને હિસારથી અપક્ષ ચૂંટણી મેદાનમાં છે.