ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામમાં ભારે વિલંબ,ગુજરાતના યુવાનોને સમાન તક આપવામાં આવે તેનો ફાયદો વહીવટીતંત્રને પણ થશે :ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી ઉમેદવારોની રજુઆત અંગે તાત્કાલીક ન્યાયીક પગલા ભરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ

ગુજરાત જાહેર સેવા આયોગના અગાઉની જાહેરાતોના બાકી પરિણામો, સમાન ઉમેદવારો મોટા ભાગ જાહેરાતોમાં રીપીટ થવાનીસંભાવના અનિશ્ચિતતા ધ્યાને લઈને ગુજરાતના યુવાનોને ન્યાય આપવાની રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તારીખ 20 થી 25 ઓક્ટોબર દરમિયાન જાહેરાત નંબર ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષા નું આયોજન થનાર છે, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાન લેતા જાહેરાત નંબર ૩૦/૨૦૨૧-૨૨ ના આખરી પરિણામ બાબતે નામદાર હાઇકોર્ટમાં પિટિશન ચાલી રહેલ છે જેનો આખરી ચુકાદો આવેલ નથી તદઉપરાંત ત્યારબાદની વર્ગ૧ અને ૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ હજુ સુધી જાહેર થયેલ નથી આમ જીપીએસસી દ્વારા એક સાથે સમાંતરે ત્રણ વર્ગ-૧ અને વર્ગ-૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા ચાલી રહેલ છે. આમ એક સાથે ચાલી રહેલ ત્રણ સમાંતર પરીક્ષાઓના કારણે જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ માં ઉત્તિર્ણ થયેલા છે તે જ ઉમેદવારો જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ના ઇન્ટરવ્યૂમાં પણ પસંદ થાય તેવી શક્યતા છે. વધુમાં જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ અને જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ના ઉમેદવારો જ જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષામાં તથા આખરી પરીણામમાં રીપીટ થશે. આ જાહેરાતોમાં કોઈ વેઇટિંગ લિસ્ટ અનુસરવામાં આવતું નથી આથી શક્યતા છે કે ત્રણેય જાહેરાતોમાં સમાન વિદ્યાર્થીઓ જ રીપીટ થાય અને અંતે જગ્યાઓ ખાલી રહે તથા નવી તૈયારી કરતા વિદ્યાર્થીઓને તક જ ના મળે.

યુપીએસસી દ્વારા દર વર્ષે એક જ સિવિલ સર્વિસ એક્ઝામ લેવામાં આવે છે તથા એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ અન્ય સિવિલ સર્વિસ એક્ઝામ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે. જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 780 દિવસો તથા જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 513 દિવસો થયેલા છે આમ ઘણા લાંબા સમયથી પડતર રહેલ બંને સિવિલ સર્વિસ એક્ઝામ પ્રથમ પૂર્ણ કરવામાં આવે તથા ત્યારબાદ જ જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે તો તમામ ઉમેદવારોને સમાન તક મળે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના પરિણામમાં થઈ રહેલા વિલંબથી આર્થિક અને માનસિક પરેશાનીનો ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે.જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ બાબતે નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ પિટિશનમાં તેના મુખ્ય પરીક્ષાના પેપરો ની ચકાસણી બાબતે ઉમેદવારોને થતો અન્યાય જવાબદાર છે. જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણીમાં પેપરને ડિજીટલી સ્કેન કર્યા બાદ યોગ્ય રીતે રેન્ડમાઇજ કરવામાં આવતા નથી.

ગુજરાત જાહેર સેવા આયોગની અનિશ્ચિતતા, અગાઉની જાહેરાતોના પડતર પરિણામ, સમાન ઉમેદવારો જ ત્રણેય જાહેરાતોમાં રીપીટ થવાની સંભાવના વગેરે બાબતો ધ્યાને લેતા પ્રથમ અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી ઉમેદવારોની રજુઆત અંગે તાત્કાલીક ન્યાયીક પગલા ભરવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com