સ્કૂલના બાળકનું ઇલેક્ટ્રિક શોકને કારણે મોત, પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફના 5 સભ્યોને ઝડપી લેવાયા

Spread the love

સ્કૂલના એક ફંક્શન માટે સિસ્ટમ્સની વ્યવસ્થા કરતી વખતે ઇલેક્ટ્રિક શોકને કારણે એક સ્કૂલના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે પોલીસે પ્રિન્સિપાલ સહિત પાંચ સ્કૂલ સ્ટાફના સભ્યોને ઝડપી પાડ્યા છે.સેન્ટ જોસેફ સ્કૂલ ઉત્તર ગુજરાતના માહેસણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના ખાનુસા ગામમાં આવેલી છે. બુધવારે વિદ્યાર્થીઓ શાળા કેમ્પસમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા.

કેટલાક વિદ્યાર્થીઓએ સ્ટીલની સીડીને સ્પર્શ કર્યો હતો જે ઓવરહેડ પાવર લાઇનના સંપર્કમાં હતી.

ધોરણ-9ના વિદ્યાર્થી આર્યરાજ ઉપેન્દ્રસિંહ સિસોદીયાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી.પોલીસ તપાસ દરમિયાન પ્રથમદર્શી રીતે એવું જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેક્નિશિયનોએ કરવા જોઈતા કામો કરવા જણાવ્યું હતું. ઉપરાંત વિશાળ ગ્રાઉન્ડ હોવા છતાં શાળા સંચાલકોએ વીજલાઇનની બાજુમાં મંડપ ઉભો કરવાનો નિર્ણય લીધો હતો.

જે ઘોર બેદરકારી હતી.પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ જોય પીટર પુમાબરા, રાકેશ વાઘેલા, હસરત બલોચ, કૌશલ પટેલ, અને રજાક સૈયદ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફના સભ્ય કૌશલ પટેલને સોમવારે સાંજ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ સ્ટાફ મેમ્બર્સને કોર્ટે સબજેલમાં મોકલી આપ્યા હતા.

પકડાયેલ આરોપીઓ :

પ્રિન્સિપાલ – જોય પિટર પુલમ્બ્રા
શિક્ષક – રાકેશકુમાર લખાભાઇ વાઘેલા
સિક્યુરિટી – હસનતભાઇ અલ્તાફહુસેન બલોચ
શિક્ષક એડમિન હેડ – કૌશલ મહેન્દ્રભાઇ પટેલ
સૈયદ રઝાહુસેન આસિકહુસેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com