મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે રંગારંગ ભવ્ય શુભારંભ

Spread the love

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોપિંગ ફેસ્ટિવલ તા.12 ઓકટોબર, 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, મુખ્યમંત્રી દ્વારા આ શોપિંગ ફેસ્ટિવલને લગતી ફિલ્મનું લોન્ચિંગ : આ ફેસ્ટિવલ 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત

આ ફેસ્ટિવલ થકી અમદાવાદમાં અંદાજિત 8 લાખ ફૂટફોલની અપેક્ષા જે શહેરની અર્થવ્યવસ્થા અને વ્યવસાયને મદદ કરશે. અને તેના બદલામાં ગુજરાતના યુવાનો અને લોકો માટે નોકરીની તકો ઊભી કરશે

અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિંધુ ભવન રોડ ખાતે ઓક્સિજન પાર્ક ની બાજુમાં મોન્ટ કાર્લો ખાતે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે આકાશમાં બ્લુન ઉડાડી શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા આકર્ષણો થકી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન આશાવલી સ્ટોલ્સ માંથી સાડી અને અકીકની ટ્રે ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી કરી હતી તેમજ ટેબલ ટેનિસની રમત પણ રમી હતી. સિંધુ ભવન રોડને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે આ શોપિંગ ફેસ્ટિવલને લગતી ફિલ્મનું લોન્ચિંગ પણ કર્યું હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલની તારીખ 12 ઓકટોબર- 2024 થી તા.14 જાન્યુઆરી-2025 સુધી શહેરીજનો મુલાકાત લઈ શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરાયું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી દિનેશભાઇ મકવાણા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અગ્ર સચિવ રાજીવ ટોપનો, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિસિપાલિટીના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અમદાવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024- 25નાં મુખ્ય આકર્ષણો

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને ખાસ કરીને શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ, હોટસ્પોટ્સ, મહત્ત્વપૂર્ણ ઇમારતો અને પુલો પર વ્યાપક લાઇટિંગ અને સજાવટ સાથે વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

વિવિધ સ્થળો પર લાઇટ ટનલ, સેલ્ફી પોઇન્ટ્સ અને થીમ આધારિત લાઇટ ડેકોરેશન કરાયું છે. મુલાકાતીઓની સગવડતા માટે એએમટીએસ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસોને ઇવેન્ટ માટે બ્રાન્ડેડ કરવામાં આવી છે, જે શહેરના વિવિધ રુટ પર સેવા પ્રદાન કરશે, જેના થકી શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સમાં પહોંચવામાં સરળતા રહેશે.

આ ઉપરાંત મ્યુઝિક ફેસ્ટિવલ, ફ્લી માર્કેટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી શો, શેરી-આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતા પઠન અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. વધુમાં, બોટ રેસિંગ, બૉક્સિંગ, મેરેથોન, સાઇકલિંગ, હેપ્પી સ્ટ્રીટ ઈવેન્ટ્સ, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો જેવી રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.સાથે જ ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટનો આનંદ લઈ શકે છે, લકી ડ્રોમાં ભાગ લઈ શકે છે અને આકર્ષક ઈનામો જીતી શકે અને વિવિધ કૂપનનો લાભ લઈ શકે તે માટેનું પણ આયોજન કરાયું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો છે અને તેની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો છે અને અમદાવાદને દર વર્ષે શોપિંગ ઉત્સાહીઓ માટે મુલાકાત લેવી આવશ્યક થઈ પડે તેવું સ્થળ બનાવવાનો છે.આ આયોજનથી શહેર, રાજ્ય અને દેશના નાગરિકો તેમજ વિદેશી પર્યટકો અને પ્રવાસી ભારતીયોને શહેર તેમજ રાજ્યની ભાતીગળ ચીજવસ્તુઓ, હસ્તકળા અને આધુનિક સાધનો અને ઉપયોગી વસ્તુઓની ખરીદીનો અનુભવ આપવાની સાથે-સાથે શહેરના વેપારી વર્ગને પણ આ ખરીદીથી પ્રોત્સાહન પૂરું પડે, તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતની બિઝનેસ પ્રોડક્ટ્સ/ સેવાઓના બ્રાન્ડિંગ અને પ્રમોશન તેમજ તેની સૂચિ માટે ઇન્ટિગ્રેટેડ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ખરીદદારોને જરૂરી માહિતી મળી રહે. બ્રાન્ડિંગ માટે એલઈડી સ્ક્રીન, હોર્ડિંગ્સ, ગેન્ટ્રી, રસ્તાઓની સપાટીને એએસએફ લોગો સાથે ચિત્રો દોરીને, વોલ પેઇન્ટિંગ, મોટા બેનરો, લાઇટ ઇનસ્ટોલેશન, શોપિંગ બેગ અને મર્કન્ડાઇઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય રેડિયો અને ટીવી, સમાચાર પત્રો અને ડિજિટલ મીડિયાના સહકાર પણ પ્રાપ્ત કરવામાં આવનાર છે.  આ ફેસ્ટિવલ થકી અમદાવાદમાં અંદાજિત 8 લાખ ફૂટફોલની અપેક્ષા છે. જે શહેરની અર્થવ્યવસ્થા અને વ્યવસાયને મદદ કરશે. અને તેના બદલામાં ગુજરાતના યુવાનો અને લોકો માટે નોકરીની તકો ઊભી કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com