ગુજરાત રાજયનું પાટનગર ગાંધીનગર અગાઉ સરકારી કર્મચારીઓ અને નિવૃતોનાં ઢીલાઢફ ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું… કોઈ નગર નહોતું..! પરંતુ છેલ્લાં ૨૦ વર્ષમાં વિવિધ યુનિવર્સિટીથી લઈ ગિફ્ટ સિટી, મહાત્મા મંદિરથી મેટ્રો રેલનાં કારણે ગાંધીનગર ધબકતું શહેર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનાં શાસનમાં ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતા જીવંત શહેર બન્યું છે. ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ ફેઝ – 2 નું આજે ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ સરકારો ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલાં સમારંભમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યમાં અગાઉની રાજય સરકારોમાં જરૂરી દ્રષ્ટિકોણ તેમજ યોગ્ય આયોજનનાં અભાવે વિકાસ થયો જ નહતો. જેમાં ગાંધીનગર રાજયનું પાટનગર હોવાં છતાં સરકારી કર્મચારીઓ અને નિવૃતોનાં ઢીલાઢફ ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું.. કોઈ નગર નહોતું..! પરંતુ છેલ્લાં ૨૦ વર્ષમાં વિવિધ યુનિવર્સિટીથી લઈ ગિફ્ટ સિટી, મહાત્મા મંદિરથી મેટ્રો રેલનાં કારણે ગાંધીનગર ધબર્કંઈું શહેર બન્યું છે. આજે ગાંધીનગરમાં યુવાનો સાથેનો ધબકાર નજરે પડે છે. જેમાં ધીરુભાઈ ઇન્સ્ટિટયુટ, નિફ્ટ, પીડીપીયુ, જીએનએલયુ, હોટલ મેનેજમેન્ટ વગેરે રાષ્ટ્ર- વિશ્વ કક્ષાની અનેકવિધ યુનિવર્સિટી બની છે. તો ગિફ્ટ સિટી, મહાત્મા મંદિરથી મેટ્રો રેલનાં કારણે ગાંધીનગર ધબકતુ શહેર બન્યું છે. ભાજપનાં શાસનમાં ગાંધીનગરને નવી ઓળખ અને દિશા મળતા જીવંત શહેર બન્યું છે.