ગુજરાતમાં નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના પ્રમુખ ભરતસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રીને પત્ર પાઠવીને મહિલા કિસાન દિવસ નિમિત્તે રાજ્યમાં જે ખેડૂતો આપઘાત કરેલ છે તેમના પરિવારમાં મહિલા, બાળકોને મદદ કરવા તથા ચાલુ વિધાનસભા સત્રમાં બેજટ આવવાનું છે તે બજેટમાં ૫૦ ટકા રકમ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે ફાળવવાની માંગ કરી છે. રાજ્યમાં કુદરતી આપત્તીમાં ભોગ બનનાર કે ખેતીમાં નુકસાન થતાં દેવાદાર બનેલા પરિવારનું ભરણ પોષણ ન થતાં કંટાળેલા ખેડૂતો દ્વારા આપઘાતના કિસ્સા સામે આવ્યા છે ત્યારે ખેડૂતની નિરાધાર વિધવા તથા બાળકોને સહાય મળે તથા મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર, મજૂરી, ડિઝલ એન્જીનથી ડિઝલનો ખર્ચ પણ હવે પરવડતો નથી ત્યારે કુદરતી આપત્તિમાં ગુજરાતના ખેડૂતો ભોગ બનેલા તેમ છતાં દેવા નાબૂદી કે પાક ધિરાણ લોન માફ કરવામાં આવેલ નથી. તો રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોના ૨ લાખ રુપિયા પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને બજેટમાં ૫૦ ટકા રકમ ખેડૂત તથા ખેતીમાં વધુ ફાળવવાની માંગણી ભરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.