સાબરકાંઠાના તલોદના મહેકાલ ચેકડેમ ખાતે ઠારોની મુવાડી ગામનો 30 વર્ષીય રબારી સમાજનો યુવાન ભેંસો ચરાવવા ગયો હતો. એ વખતે નદી ક્રોસ કરતી વેળાએ એક ભેંસ પાણીનાં વહેણમાં તણાવવા લાગી હતી. આ જોઈને ભેંસને બચાવવા યુવાને ભેંસનું પૂછડું પકડી લીધું હતું. જેનાં લીધે યુવાન પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની લાશ સાહેબજીના મુવાડાના ચેકડેમથી દહેગામ ફાયર બ્રિગેડ ધ્વારા બહાર કાઢવામાં આવી હતી.
સાબરકાંઠાના તલોદના મહેકાલ ચેકડેમ ખાતે ગઈકાલે ભેંસને બચાવવાનાં પ્રયાસોમાં આશરે 33 વર્ષીય યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાઠાંનાં તલોદ તાલુકાના કાળુંની મુવાડી (મહેકાલ) ગામના રહીશ મનહરભાઈ સાંકાભાઈ રબારી ગઈકાલે પોતાની ભેંસો ચરાવવા મહેકાલ ખાતે આવેલ ચેકડેમ વિસ્તારમાં ગયા હતા.
દરમ્યાન મેશ્વો નદી ક્રોસ કરતી વેળાએ અચાનક એક ભેસ તણાવવા માંડી હતી. આ જોઈને ભેંસને બચાવવા માટે મનહરભાઈએ તેનું પૂછડું પકડી લીધું હતું. પરંતુ ધસમસતા પાણીનાં વહેણમાં મનહરભાઇ તણાઈને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પ્રાતિંજ ફાયર ઇન્ચાર્જ મુકેશભાઈ પરમાર સ્થળ પર પહોંચી ગયા હતા.
પરંતુ પાણીના પ્રવાહનાં લીધે મનહરભાઈ તણાઈ ગયા હોવાથી તેમણે દહેગામ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. બાદમાં પ્રાતિંજ અને દહેગામ ફાયર બ્રિગેડના સૂર્યોદયસિંહ સહીતના જવાનોએ ચેકડેમ વિસ્તારમાં કલાકો સુધી શોધખોળ આદરી હતી.