ગાંધીનગરના ગ – 2 સર્કલ નજીક ચારેક દિવસ અગાઉ અજાણ્યો વાહનચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં યુવાનને લીવર ડેમેજ થવાની સાથે શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 4/એ પ્લોટ નંબર 114/1 માં રહેતો સુરેશ જીવાભાઈ માળીનો 28 વર્ષીય ભાઈ પ્રકાશ પેથાપુર ખાતે ઇલેક્ટ્રિકલનો વ્યવસાય કરતો હતો. ગત તા. 9 મી ઓક્ટોબરનાં રોજ સુરેશ ઘરે હાજર હતો. એ વખતે તેના પિતાએ ફોન કરીને જાણ કરેલી કે પ્રકાશ એક્ટિવા લઈને ઘરે આવી રહ્યો હતો. એ દરમ્યાન ગ – 2 સર્કલ પાસે તેના એક્ટિવાને અકસ્માત થયો છે. જેનાં પગલે સુરેશ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પ્રકાશને પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે ઘ દોઢ પાસેની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી તેને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રકાશને જમણા જમણા હાથે કાંડાના ભાગે તેમજ નાકના
ઉપર આઇબોલમાં ફેક્ચર ઉપરાંત પેટનો સિટી સ્કેન કરતાં
એક્સિડન્ટમાં લીવર ડેમેજ થયું હોવાનું નિદાન થયું હતું. જેને
દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. જો
કે સારવાર દરમ્યાન તબિયત વધુ લથડતા પ્રકાશનું ગઈકાલે
મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર – 7 પોલીસે અજાણ્યા
વાહન ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.