વડોદરામાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. થાઇલેન્ડની યુવતીઓને બોલાવી વડોદરામાં ગોરખધંધો ચાલતો હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા દરોડા પાડી સ્પાની આડમાં ચાલતો ગોરખધંધો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી બે વિદેશી (થાઇલેન્ડ)ની યુવતીઓને મુક્ત કરાવી હતી.
શહેરના જેતલપુર રોડ DAVINCI SALOON & SPAમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા આ ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો.
જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા બે ડમી ગ્રાહકો મોકલી સમગ્ર વિગતોનો પર્દાફાશ કર્યો હતો. ડમી ગ્રાહકે કોલ કરતા જ પોલીસ તુરંત જ સ્પામાં ત્રાટકી અને મેનેજરની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેર પોલીસ એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા શહેરના જેતલપુર રોડ DAVINCI SALOON & SPAમાં રેડ કરવામાં આવી હતી. સ્પાની આડમાં વિદેશી યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. જેટી સ્થળ પરથી મળી આવેલ બે થાઇલેન્ડની યુવતીઓને મુક્ત કરાવવામાં આવું. આ સાથે જ સ્પાના મેનેજર દેવેન્દ્ર ભીખાભાઈ વાળંદને પકડી પાડવામાં આવ્યો હતો. જયારે સ્પાના માલિક જયદીપ ભાસ્કર પંડિતની પોલીસે શોધખોળ શરૂ કરી છે. હવે વડોદરામાં આવેલા અન્ય સ્પા પર ચેકિંગ કે કાર્યવાહી હાથ ધરાશે.