હિંદુત્વના નામે ભટકેલી પ્રજાને કચ્છના એક PIએ સાચી સમજ આપી હતી. જેમાં સમજ્યા વિના હિંદુત્વના નામે ચરી ખાનારા લોકોને કચ્છના મુદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PI હાર્દિક ત્રિવેદીએ સમજ આપી હતી કે ખરા અર્થમાં હિંદુત્વ શું છે.
તાજેતરમાં ભુજના મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ મથકમાં લોકોને સમજ આપતો PI હાર્દિક ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો છે.
પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા લોકોને PI હાર્દિક ત્રિવેદીએ હિંદુત્વની સમજ આપી હતી. આ ઘટનામાં PIએ લોકોને સવાલ પૂછ્યો કે હિંદુત્વ શું છે ત્યારે ટોળામાંની એક પણ વ્યક્તિ યોગ્ય જવાબ ન આપી શકી.
સોશિયલ મીડિયામાં 2 સમુદાય વચ્ચે થયેલી બબાલને લઈને 2 યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંના એક યુવકના સમર્થનમાં લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને યુવકના સમર્થનમાં આવનારા ટોળાનો ભ્રમ PI હાર્દિક ત્રિવેદીએ દૂર કર્યો. રસ્તા પર રખડતી ગાય અને આખલાના મુદ્દે PIએ ટોળાને સવાલ પૂછ્યો તો એક પણ વ્યક્તિ યોગ્ય જવાબ ન આપી શક્યો.
PIની સમજાવટ બાદ લોકોએ હકિકતનો સ્વીકાર કર્યો હતો. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને લોકો મોટી માત્રામાં વીડિયોને શેર પણ કરી રહ્યા છે.