અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ એ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલજે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એચ.જોષીની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર, સેટેલાઇટ, જીવરાજ બ્રિજ નીચે આવેલ જાહેર શૌચાલયની સામે, તિરૂપતિ કોમ્પલેક્ષના રોડ ઉપર જાહેરમાંથી આરોપી દર્શન નરેન્દ્રભાઈ મેવાડા ઉ.વ-૨૧ ઘંઘો-નોકરી રહે-મ.નં.૧૨, તિરૂપતિ કોમ્પલેક્ષ, મુકેશપાર્ક સોસાયટી પાસે, શ્યામલ ક્રોસ રોડ, સેટેલાઇટ અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો કુલ્લે જથ્થો ૨૭ ગ્રામ જેની કિ.રૂ.૮૧,૦૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૯૧,૦૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011240267/2024 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુનો તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.ઇન્સ. એન.ડી.નકુમ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
(૧) પો.ઇન્સશ્રી વી.એચ.જોષી (માર્ગદર્શન/રૂબરૂ ફરીયાદી)
(૨) પો.સ.ઇ.શ્રી વી.એન. પ્રજાપતિ (ફરીયાદી)
(૩) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(૪) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર
(૫) પો.કો સુરેન્દ્રસિંહ અમૃતસિંહ
(૬) પો.કો બઘસંગજી પરબતજી (હકિકત)
(૭) પો.કો જયપાલસિંહ અજીતસિંહ