અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ એ અસરકારક કામગીરી ક૨વા ગેરકાયદેસ૨ ૨સ્ફોટક પદાર્થ અધિનિયમ મુજબ ફટાકડા વેચાણ તથા ગોડાઉનમાં સંગ્રહ ક૨તા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર કે.જી.ચૌધરીને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઈ મનુભાઈ વજુભાઈ તથા આ.પો.કો. હાર્દિકકુમા૨ ૨ણમલભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “હાથીજણ સર્કલથી મહેમદાવાદ જતા રોડ ઉપ૨ હાથીજણ ગામની સીમમા આવેલ સ્વામીનારાયણ મંદિરની સામે રોડ ઉપર (૧) ધવલભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ (૨) યુવરાજસિહ હઠુભા વાઘેલા (૩) સુધીરભાઈ રમણભાઈ પ્રજાપતી (૪) રાકેશભાઈ કાંતીજી ઠાકોર નાઓ ભાગીદારીમા અક્ષર ફટાકડા નામથી પતરાનો શેડનો મોટો ડોમ ઉભો કરી ડોમમાં કોઈ પણ પ્રકારના પરવાના વગર ગેરકાયદેસર રીતે ફટાકડા રાખી ફટાકડાઓનું વેચાણ કરવાનો ધંધો કરે છે.” જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ જઈ રેઇડ કરતાં અક્ષર ફટાકડા નામથી પત૨ાઓના શેડનો મોટો ડોમ તથા ગોડાઉનમાં રાખેલ ગેરકાયદેસર ફટાકડાના લાયસન્સ બાબતે તપાસ ક૨તા ગેરકાયદેસર જણાઈ આવતા ફટાકડાના ડોમ ઉપર તથા ગોડાઉન ઉપર માનવ જીંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો નહિ રાખતા અલગ-અલગ બનાવટના મીક્ષ ફટાકડાઓ કિ.રૂ.૪૭,૭૭,૦૮૦/-નો મુદ્દામાલ મળી આવતા આરોપીઓ વિરુધ્ધ વિવેકાનંદનગર પો.સ્ટે. ખાતે ગુ.૨.નં- ૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૧/૨૦૨૪ ભા૨તીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૨૫,૨૮૭,૨૮૮ તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ-૧૮૮૪ ની કલમ- ૯ બી(૧-બી), ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ધવલભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ રહે, ૧, નિલકંઠ સોસાયટી, વાંચ ગામ તા.દસ્કોઈ જી.અમદાવાદ મો.નં. ૮૧૫૬૦૫૮૫૯૯
(૨) યુવરાજસિહ હઠુભા વાઘેલા રહે, બી/૧૪૭, રાધે બંગ્લોઝ વિભાગ-૧, ખોખરા, અમદાવાદ
(૩) સુધીરભાઈ રમણભાઈ પ્રજાપતી રહે, પ્રજાપતીવાસ, વાંચ ગામ તા.દસ્કોઇ
(૪) રાકેશભાઈ કાંતીજી ઠાકોર ૨હે, મલ્હાર બંગ્લોઝ, વાંચ ગામ તા.દસ્કોઈ જી.અમદાવાદ
(૫) માધવભાઈ અગ્રવાલ ૨હે- માધવ પાયરો એલ.એલ.પી નામની ફેક્ટરી એલ એન્ડ ટી ટોલ પ્લાઝા, શામળાજી રોડ, ગજાન ગામ તા.મોડાસા જી.અરવલ્લી