AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન પ્રિતેશ મહેતા
સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્લોટ AMCને મળશે.જુદી જુદી સ્કીમમાં 235 જેટલા પ્લોટ મળી રહ્યા છે
અમદાવાદ
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ કહ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ બાદરાબાદ 22, વિંઝોલ 65,ચાંદલોડિયા 53,વસ્ત્રાલ 68,વેજલપુર 31,એમ 5 TP સ્કિમ મંજૂર કરી છે. જેને લઈ મહાનગરપાલિકાને વિવિધ હેતુ માટે 234 પ્લોટની 12 લાખ 55 હજાર સ્ક્વેર મીટર જગ્યા મળશે.બેઠકમાં જે TP મંજૂર કરવામાં આવી, તે TP આગામી દિવસોમાં સરકારને મોકલવામાં આવશે.સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્લોટ AMCને મળશે.જુદી જુદી સ્કીમમાં 235 જેટલા પ્લોટ મળી રહ્યા છે. લગભગ 12 લાખ 55 હજાર સ્કવેર મીટર જેટલી જમીન આપણને પાપ્ત થઈ રહી છે.