જિંદાલ કંપનીને દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રીક ટન ધન કચરાને પ્રોસેસ કરી વિજળી બનાવવાના પ્લાન્ટની કામગીરી સોંપાઈ 

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી

GERC દ્વારા નક્કી કરવામાં આવેલ ટેરીફ રેટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ફરજ બજાવતા 25,000થી વધારે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં 25 અને 26 ઓક્ટોબર સુધીમાં પગાર અને પેન્શન થઈ કુલ 145 કરોડ જમા થશે : દેવાંગ દાણી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસીપલના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ હદ વિસ્તારમાં ઉત્પન્ન થતાં ઘન કચરા પૈકિ ૧૦૦૦ મે. ટન ધન કચરો પ્રોસેસ કરી તેમાંથી પાવર બનાવવા ટેન્ડર તા. ૨૨/૦૮/૨૦૧૫ નાં રોજ બહાર પાડવામાં આવેલ જે અન્વયે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી ઠરાવ નં. ૧૬, તા.૦૯/૦૯/૨૦૧૬, સ્ટેન્ડીંગ કમિટી ઠરાવ નં. ૩૨૧ તા. ૧૯/૦૯/૨૦૧૯ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ દ્વારા ઠરાવ નં. ૩૯૯ તા.૨૭/૦૭/૨૦૧૨ ની મંજુરી અનુસાર JITF અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એજન્સીને દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રીક ટન ધન કચરાને પ્રોસેસ કરી તેમાંથી વિજળી બનાવવાનો પ્લાન્ટ નાંખવાની કામગીરી સોંપવામાં આવી છે.એજન્સીને ૧૦૦૦ મેટ્રીક ટન થન કચરાને પ્રોસેસ કરવાની કામગીરી બાબતે પ્રોજેકટ શરૂ કરવાની સમય કોમર્શિયલ ઓપરેશન ડેટ ની મર્યાદા નવેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. પ્રોજેક્ટ અંર્તગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન હદ વિસ્તારમાંથી ઉત્પન્ન થતાં ધન કચરા પેટક દૈનિક પોરશે ૧૦૦૦ મે. ટન મ્યુનિસીપલ સોલિડ વેસ્ટ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ અમદાવાદ લિમિટેડ એજન્સીને આપવામાં આવશે.

એજન્સી દ્વારા મ્યુનિસીપલ સોલિડ વેસ્ટ ને આરડીએફ બેઈઝ ઈન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસીપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક કેપેસીટીનાં ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ ૧૦૦૦ મે. ટન ધન કચરામાંથી દૈનિક પોરશે ૩૯૦ મેગા વોટ વિજળી ઉત્પન્ન કરવામાં આવશે જે પાવર ગ્રીડમાં સપ્લાય થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 25 થી 28 ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓનો પગાર કરવામાં આવશે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ફરજ બજાવતા 25,000થી વધારે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં 25 અને 26 ઓક્ટોબર સુધીમાં પગાર અને પેન્શન થઈ કુલ 145 કરોડ જમા થઈ જશે. જે વર્ગ ચારના કર્મચારીઓ મળવા પાત્રને સમયગાળા દરમિયાન બોનસ પણ મળશે.કે, દિવાળીના તહેવાર દરમિયાન ખાણીપીણીની ચીજ વસ્તુઓ અને ખાસ કરીને જ્યાં વેજીટેબલ તેમજ ફ્રૂટ માર્કેટ આવેલા છે તે જગ્યા ઉપર ચેકિંગ કરવા માટેની સૂચના આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ખાવા પીવાની ચીજ વસ્તુઓનું વધારે વેચાણ થતું હોય છે. જેને લઈને તહેવાર પહેલાં જ વિવિધ દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવાની સૂચના આપી છે. હોટલ અને અન્ય જગ્યાઓ પર ખરાબ માલ સામાન પહોંચે તે પહેલાં જ્યાંથી માલસામાન સપ્લાય થતો હોય એવી જગ્યા જેમ કે, વેજીટેબલ માર્કેટ જેમાં બટાકા, ટમેટા, ડુંગળી સહિત અલગ અલગ વસ્તુઓનું ચેકિંગ કરી અખાદ્ય નીકળે તો નાશ કરવાની સૂચના આપી છે.તહેવાર દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને તમામ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અને પમ્પિંગ સ્ટેશનનો પર મશીનરી અને મેન પાવર અંગે ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. લાભ પાંચમ બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ નવી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે. ધાર્મિક સ્થાનોની આસપાસ પણ ડ્રેનેજ પાણી ફૂટપાથ વગેરેની કોઈ સમસ્યા હોય તો તે દૂર કરી અને ઝડપી કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com