વિધાનસભામાં હેલમેટ અને સીટ બેલ્ટ ફરજિયાત કરવાની વાત કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ હેલમેટ પહેરીને નહીં આવે તો તેને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં જે વ્યક્તિ નિયમનો ભંગ કર્યો છે તેની પાસેથી દંડ વસૂલ્યા બાદ પણ તેને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ થાય તે માટે કટિબદ્ધ છે.
મોટર વ્હીકલ એક્ટને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા છે. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે આ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગૂ પડશે. મોટર વ્હીકલ એક્ટને લઇને સીએમ વિજય રૂપાણીએ દંડમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલા ઊંચા દંડને રાજ્ય સરકારે ઘટાડ્યો છે. જેમાં રાજ્ય સરકારે 50થી વધુ કલમોમાં સુધારો કર્યો છે. રાજ્ય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા હોય છે ત્યારે કેટલાક દંડ અને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટરને રાહત અપાઇ છે. જ્યારે અન્ય કેટલીક રાહતો પણ અપાઇ છે. લાયસન્સ સાથે રાખવું જરૂરી નથી, ડિજીટલ લોકરમાં સ્ટોર કરેલા દસ્તાવેજો માન્ય ગણાશે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને આરટીઓને દંડ વસૂલવાની સત્તા અપાઇ છે.