ગુજરાતનું કહેવાતું પાટનગરનો વહીવટ મનપા કરી રહી છે ત્યારે મોટાભાગની પીએમ તથા ગાંધીનગર સાંસદ અબજો રૂપિયાની ગ્રાંટ મનપાઓના વિકાસ માટે મોકલી રહ્યાં છે ત્યારે આ ગ્રાંટ કેન્દ્રમાંથી રાજ્ય સરકાર પાસે આવતા રૂપાણી સરકાર ૧૦૦ ટકા ગ્રાંટ મનપાઓને ફાળવી રહ્યાં છે ત્યારે મનપામાં જે કરોડોની ગ્રાંટ વપરાઈ છે તેની સામે વિકાસના કામોના ટેન્ડરો તો બહાર પડી ગયા પણ કામમાં જે અનિયમિતતા તથા જે અધિકારી અને કર્મચારીઓની જવાબદારી છે તે કામ ગોકળ ગતિએ ચાલવાના કારણે ઉચ્ચ અધિકારીઓ પાસે સ્વર્ણિમ સંકુલ-૧ માંથી પણ હવે ઉઘરાણી થતી રહે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓને સમયસર કામ બતાવવું પણ એટલું જ જરૂરી છે ત્યારે હવે આ કામો ઝડપથી પાર પડે તે માટે મનપાના કમિશનર દ્વારા મીટીંગ યોજાઈ હતી.
આ મીટીંગમાં અનેક મુદ્દાઓએ ચર્ચા થઈ હતી. આ મુદ્દામાં વિકાસના કામોમાં પ્રગતિ ન થતાં કમિશનરે તંત્ર તથા અધિકારી, કર્મચારી સામે દંડો પછાડીને વર્ક કરવા કડકાઈથી વલણ અપનાવ્યું હતું ત્યારે જા સમયસર અને સમયબધ્ધ હવે કામ નહીં થાય તો એક્શન લેવાની પણ તાકીદ કરવામાં આવી છે.