ગુજરાતનું કહેવાતું પાટનગર જીજે ૧૮ માં પ્રવેશ કરો એટલે તુરંત જ ગ્રીનરી, ઝાડવા દેખાવાના શરૂ થઈ જાય ત્યારે હવે ગ્રીનરી તો ઓછી થઈ ગઈ છે અને ઓછી થતી જાય છે. ત્યારે આ ગ્રીનરીનું માર્કેટ સિમેન્ટ અને કોંક્રિટના જંગલોએ લઈ લીધું છે. ત્યારે પાટનગરમાં હવે એન્ટ્રી કરો એટલે ચ-૦ પાસે મોટા સર્કલ ઉપર મોટા થાંભલા સાથે ૩૦ મીટર કાપડનો અને ૧૦૦ ફૂટ લાંબો ફ્લેગ લગાવવાની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
૩૦ મીટરના લાંબા કપડાં સાથે ૧૦૦ ફૂટ ઊંચો ફ્લેગ દરેક પાટનગર આવનારા મુસાફરોનું ધ્યાન કેન્દ્રિત કરશે તેમાં બેમત નથી. આવો જ ફ્લેગે વડોદરા જેવા સીટીમાં લગાવવામાં આવ્યો હતો અને વાવાઝોડા અને વરસાદના કારણે ફ્લેગ ચિરાઈ જતાં ઉપરથી ફ્લેગ કાઢવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની સીડીઓ પણ ઓછી પડી હતી. ત્યારે નવા લગાવેલા ફ્લેગ બાબતે પ્રજામાં જે ઉમળકો હતો તે વાવાઝોડામાં ફાડી જતાં ભારે વિરોધ વંટોળ થયો હતો અને વિરોધ પક્ષોને તો ચર્ચાનો વિષય મળશે. તેમાં બે મત નથી. ત્યારે વાવોલ ખાતેના રેલવે સ્ટેશન એવા મહાત્મા મંદિર પાસે આ ફ્લેગ લગાવવામાં આવ્યો છે પણ લગાવ્યા બાદ લોકો જાવાનું કુતુહલ હશે પણ વાવાઝોડા તથા પવન, વરસાદ ના કારણે જે Âસ્થતિનું નિર્માણ થશે ત્યારે વડોદરા જેવી હાલત ન થાય તે જાવા સત્તાધીશોએ વિચારવામાં જેવી છે. હાલમાં આજ દિન સુધી આવડો મોટો ફલેગ લગાડેલ નથી ત્યારે અત્યારે વાહ વાહી મેળવવા જતાં પાછળથી કરેલો ખર્ચ પાણીમાં અને ફ્લેગને નુકસાન થશે ત્યારે નાળિયેર બધા સત્તાધારી પક્ષના માથે અને તંત્રના માથે જ ફૂટવાનું છે તેની કાળજી અને ગંભીરતા લેવાની જરૂર છે બાકી અત્યારે પ્રજાને આ ફ્લેગ જોવો સારો લાગશે . ઘટના બનશે પછી જ ફ્લેગ વડોદરાની જેમ ક્યારેય કોઈ લગાડશે નહીં તે પણ નક્કી જ છે.