હિટ એન્ડ રનનો ચાર માસ અગાઉ નોધાયેલ અનડીટેક ગુનો ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢી આરોપીને વાહન સાથે પકડી પાડતી એસ.જી.હાઇવે-ર ટ્રાફિક પોલીસ

Spread the love

અમદાવાદ

એસ.જી.હાઇવે-૦૨ ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૧૯૧૦૬૯૨૪૦૨૪૧/૨૦૨૪ ધી ઇ.પી.કો. કલમ-૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબનો ગુનો ગઇ તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ નોધાયેલ હતો જેના ફરીયાદી મુકેશભાઇ સ/ઓ. ખીમજીભાઇ ડાહ્યાભાઇ વાઘેલા નાઓની ફરીયાદના કામે ગઇ તા.૧૭/૦૬/૨૦૨૪ ના ક.૧૫/૩૦ વાગ્યાની આસપાસ ફરી. ના મોટાભાઇ જયસુખભાઇ ખીમજીભાઇ વાઘેલા ઉ.વ.૫૧ તથા તેના પત્નિ રક્ષાબેન જયસુખભાઈ વાઘેલા ઉ.વ.૪૮ નાઓ બન્ને એસ.જી.હાઇવે ઉપર રાજપથ ક્લબ તરફથી પગે ચાલતા રોડ ક્રોસ કરી સામેની સાઇડ જતા હતા તે દરમ્યાન ઇસ્કોન તરફથી આવતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવી ફરી.શ્રી.ના ભાઈ જયસુખભાઇ તથા ભાભી રક્ષાબેન નાઓને ટક્કર મારતા માથાના તથા મોઢાના ભાગે તથા શરીરે તથા હાથે પગે ગંભીર ઈજાઓ પહોચાડી નાસી ગયેલ હોય અને ફરી.શ્રી.ના ભાઇ જયસુખભાઇ નાઓને ફરજ પરના ડોક્ટરશ્રીએ સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ હોય તથા ફરી.શ્રીના ભાભી રક્ષાબેન નાઓને ટક્કર મારતા માથાના ભાગે તથા શરીરે ઇજાઓ કરેલ હોય જેઓને આલોક હોસ્પિટલ ઉસ્માનપુરા ખાતે ઇન્ડોર દર્દી તરીકે દાખલ કરેલ જેની ઉપરોક્ત નંબરથી ફરીયાદ દાખલ થયેલ.બાદ ગુનાની તપાસ દરમ્યાન બનાવવાળી જગ્યાની આજુબાજુના નિવેદનો તથા સીસીટીવી ફુટેજ ચેક કરતા બનાવવાળી જગ્યાના કોઇ ફુટેજ ન હોય પરંતુ દુરના કેમેરાના ફુટેજ ચેક કરતા એક અજાણ્યો સ્પ્લેન્ડર મો.સા.નો ચાલક અકસ્માત કરી નાસી ગયેલ હોવાનુ જણાયેલ જેથી સદર બાબતેની તપાસમાં મોટર સાયકલ શોધવા અંદાજીત ૮૦ જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામા આવેલ પરંતુ અકસ્માત કરનાર મો.સા.નો નંબર મળી આવેલ નહી ત્યાર બાદની તપાસમા બનાવ સમયના અગાઉના સીસીટીવી ફુટેજ રીવર્સ ક્રમમાં ચેક કરતા અકસ્માત કરનાર મો.સા.ચાલક સાથે બીજા ત્રણ ઇસમો ત્રીપલ સવારીમા ઇસ્કોન મંદીર તથા મહાકાળી મંદીર તથા મ્યુ.કોર્પોરેશનના બગીચામાં મો.સા.સાથે મળવા આવેલ હોય તેવુ સીસીટીવી કેમેરામાં જોયા મુજબ તેમની મુલાકાત બાદ થોડા સમય બાદ જ એક ઇસમ તે જ વર્ણનવાળા મો.સા.સાથે નિકળેલ જેનાથી અકસ્માત થયેલ હોય અને બે ઇસમો બગીચામા રોકાયેલ જેની ગતિવિધી ઉપર વોચ રાખતા અકસ્માત બાદ તેઓ એક ઓટો રીક્ષામાં બેઠેલા કે જેના આગળના ભાગે “મહાકાલ” તથા પાછળના ભાગે “મા રહેના વાલી” લખેલ લખાણવાળી ઓટો રીક્ષામા બેસી જતા રહેલ હોય અને તે ઓટો રીક્ષા ચાલક સાથે કોઇ વાતચીત કે વાટાઘાટા કર્યા વગર સીધા બેસી જતા હોવાથી તેણે ઓનલાઇન કેબ રીક્ષા બુક કરાવેલ હોવાની શંકા ઉપજેલ,જેથી ઉપરોકત વર્ણનવાળી રીક્ષા શોધીને પુછપરછ કરતા શંકાને અનુમોદન મળેલ કે બનાવના દિવસે રીક્ષાનુ ઓનલાઇન બુકીંગ થયેલ હતુ જેથી અમદાવાદ શહેરમા ચાલતી ઓનલાઇન કેબ ઓલા, ઉબેર તથા રેપીડોમાં ચાલતી ઓટો રીક્ષાની માહીતી મેળવવાની તજવીજ કરવામા આવેલ જેમાં બનાવ સમય તથા જગ્યાની આજુબાજુના લોકેશન ઉપર બુક થયેલ વાહનોના નંબર તથા તેના ચાલકના મોબાઇલ નંબરની માહીતી મેળવેલ જે આધારે તપાસ કરી શંકાસ્પદ નંબર શોધેલ અને સીસીટીવી ફુટેજમા મળી આવેલ ઇસમોના ફોટોગ્રાફ આધારે ચેક કરતા ઓનલાઇન કેબ રેપીડોમાં ચાલતી ઓટો રીક્ષા નંબર જીજે ૦૧ ટીજી ૭૩૪૦ ની મળી આવેલ જેથી સદરી બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા અકસ્માત કરનાર મો.સા.નંબર-GJ-01-XI-9403 નો ચાલક નિખીલ રમેશચંદ્ર રાજપુત ઉ.વ.-૨૦ ધંધો-નોકરી રહે-૨૭, પ્રભુપાર્કસોસાયટી,ચેનપુર રોડ,ન્યુ રાણીપ,અમદાવાદ શહેરનો મળી આવતા તેની ગુના સબંધે પુછપરછ કરતા કબુલાત કરેલ હોય તેમજ અકસ્માત સમયે તેને ઇજા તથા મો.સા.ને નુકશાન થયેલ હોવાથી તેના આધાર પુરાવા મેળવી ઉપરોક્ત ગુનામા તારીખ.૧૯/૧૦/૨૦૨૪ના કલાક.૧૫/૪૫ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હિટ એન્ડ રનનો ચાર માસ અગાઉ નોંધાયેલઅનડીટેક ગુનો ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢી આરોપીને વાહન સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

સારી કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ.ગોહિલ

(૨) એ.એસ.આઇ.મહેન્દ્રસિંહ વેલુભા બ.નં.૮૭૪૭

(૩) અ.હે.કો.હડમતસિંહ નહારસિંહ બ.નં.૯૦૫૧

(૪) અ.હે.કો.હિમતલાલ મથુરામભાઇ બ.નં.૪૧૧૪

(૫) અ.પો.કો.જયેશભાઇ ધીરૂભાઇ બ.નં.૯૦૩૩

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com