છેલ્લા બે દિવસમાં હેલ્મેટ ન પહેરવાના કારણે કુલ 249 ઇ ચલણ મેમા પોલીસ અધિકારી, કર્મચારી,સીવીલીયન સ્ટાફને અપાયા

Spread the love

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ પોલીસ કમિશનરના હુકમ છતાં પણ ડ્રાઈવના આયોજનમાં તા.૧૮/૧૦/૨૪ના રોજ કુલ-૧૧૫ ઈ ચલણ મેમા તથા આજરોજ તા.૧૯/૧૦/૨૪ના રોજ કુલ-૧૩૪ ઇ ચલણ મેમા પોલીસ અધિકારી/કર્મચારી/સીવીલીયન સ્ટાફને  અપાયા

અમદાવાદ

તા.૧૮/૧૦/૨૦૨૪ તથા તા.૧૯/૧૦/૨૪ના રોજ પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓના હક્શ અન્વયે પોલીસ અધિકારી/કર્મચારી તથા સીવીલીયન સ્ટાફને હેલ્મેટ નહી પહેરવા અંગે ડ્રાઈવ દરમ્યાન કામગીરી કરવામાં આવી હતી જેમાં છેલ્લા બે દિવસમાં ૨૪૯ ઈ ચલણ મેમા પોલીસ અધિકારી, કર્મચારી,સીવીલીયન સ્ટાફને અપાયા.પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદીન વધતા જતા ટ્રાફીકને કારણે માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય જે અકસ્માતમાં મુત્યુ પણ નિપજતા હોય જેમાં ટુ-વ્હીલરના વાહન ચાલકો હેલ્મેટ નહી પહેરતા હોવાના કારણે મૃત્યુ થતા હોય જેના કારણે પરિવાર વિખેરાઈ જાય છે જેથી મોટર વ્હીકલ એક્ટ- ૧૯૮૮ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૩ મુજબ મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેરવુ ફરજીયાત છે જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વંય આ કાયદાનુ પાલન કરવું જરુરી હોય અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી/કર્મચારી/સીવીલીયન સ્ટાફને ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવા અંગે પોલીસ કમિશ્નર, સંયુક્ત પોલીસ કમિ. ટ્રાફિક તથા નાયબ પોલીસ કમિ. ટ્રાફિક પશ્ચિમની સુચના અન્વયે નવી પોલીસ કમિશ્નરની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારી/સીવીલીયન સ્ટાફ વિરૂધ્ધ ગઇકાલ તા.૧૮/૧૦/૨૪ તથા આજરોજ તા.૧૯/૧૦/૨૪ના રોજ ડ્રાઈવનુ આયોજન કરેલ જેમાં તા.૧૮/૧૦/૨૪ના રોજ કુલ-૧૧૫ ઈ ચલણ મેમા તથા આજરોજ તા.૧૯/૧૦/૨૪ના રોજ કુલ-૧૩૪ ઇ ચલણ મેમા પોલીસ અધિકારી/કર્મચારી/સીવીલીયન સ્ટાફને આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com