દેશમાં રોડ અકસ્માત અટકાવવા માટે રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી : સુનીલ પટેલ

Spread the love


આજ રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર ખાતે “ENSURING ROAD SAFETY THROUGH MOTOR VEHICLE LAWS” વિષય પર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન અને ભારતના ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મોટર વાહન કાયદાઓના નિષ્ણાતો દ્વારા મોટર વાહન કાયદાઓના વિવિધ પાસાઓને વિસ્તૃતમાં સમજાવવામાં આવ્યા હતા.

આ કોન્ફરન્સમાં રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનર શ્રી સુનીલ પટેલે જણાવ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ દેશની લાઇફ લાઈન અને અર્થતંત્રનું કરોડરજ્જુ છે. દેશના હવાઈ, પાણી, રેલવે જેવા વિવિધ ટ્રાન્સપોર્ટ પૈકી રોડ ટ્રાન્સપોર્ટ ખૂબ જ મહત્વનું તેમજ સૌથી જોખમી માધ્યમ પણ છે. દર વર્ષે અનેક લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા અથવા ઇજાગ્રસ્ત વ્યક્તિઓના પરિવારને ખૂબ મોટું નુકશાન થાય છે, જેથી રોડ અકસ્માત અટકાવવા માટે રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી બની રહે છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના જે વિકસિત દેશોએ રોડ સેફ્ટી માટે હકારાત્મક પગલાં લીધા છે, તેવા દેશોમાં માર્ગ અકસ્માત ઓછા જોવા મળે છે. રોડ અકસ્માત અટકાવવા માટે સુરક્ષા નિયમો, સુરક્ષિત વાહન, રોડ એન્જિનિયરિંગ, પોસ્ટ ક્રેશ રિસ્પોન્સ જેવા સ્તંભો પર કામ કરવું જોઈએ.

આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી અશફાક એહમદે જણાવ્યું હતું કે આજની નેશનલ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાંથી રોડ સેફ્ટી નિષ્ણાતો પધાર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રોડ સેફ્ટી અંગે જાગૃતિ નાગરિકો માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે દેશમાં માર્ગ અકસ્માતના કારણે થતા મૃત્યુનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. દેશમાં રોડ અકસ્માતમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. શ્રી અહમદે ઓલ ઇન્ડિયા ફેડરેશન વિશે જણાવ્યું હતું કે રોડ સેફ્ટીની લોકોમાં જાગૃતિ માટે આ એશોસિયેશન દ્વારા અલગ અલગ સ્થળોએ વર્કશોપ, સેમિનાર, વેબીનર, ટ્રેનિંગ ફોર રોડ સેફ્ટી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતતા આવે અને માર્ગ અકસ્માતો ઘટાડી શકાય.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા બાળકો, મહિલાઓ અને પુરુષોને હેલમેટ અને દિવ્યાંગજનોને વોકિંગ સ્ટિકનું વિતરણ તથા દિવ્યાંગજનો માટેની માર્ગદર્શિકા અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગ અકસ્માત પીડિતોનો જીવ બચાવનાર ગુડ સમેરીટનને મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય મોટર વ્હિકલ એસોસિએશન દ્વારા વર્ષ દરમ્યાન રાજ્યમાં ૧૦ હજાર જેટલા હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં આ કોન્ફરન્સમાં ઉપસ્થિત ૪૦ જેટલા આર.ટી.ઓ. અધિકારીશ્રીઓ દ્વારા બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય પણ કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં વાહન વ્યવહાર વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી હરેન્દ્રસિંહ પરમાર તથા ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી શ્રી વિજયભાઈ પટણી અને શ્રી પ્રિતેશભાઈ દવે, ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશનના પ્રમુખ શ્રી ચિરાગ મહેરા, રાજ્યની વિવિધ આરટીઓના અધિકારીશ્રીઓ, વિવિધ રાજ્યોમાંથી આવેલા ૬૫થી વધુ ડેલિગેટ્સ અને રોડ સેફ્ટીના નિષ્ણાતો, ટેકનિકલ ઓફિસરશ્રીઓ સહિત વિવિધ એનજીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com