કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
22 ઓક્ટોબરનાં રોજ સવારે અમિત શાહ ગુજરાત આવશે અને આણંદનાં મહેમાન બનશે. 22 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. જન્મદિવસે દેશનાં ગૃહમંત્રી NDDB નાં મહેમાન બનશે. જ્યારે 31 ઓક્ટોબરે સાળંગપુર હનુમાનજી મંદિરે યોજાનાર મારુતિ યજ્ઞમાં દેશનાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દિવાળી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, 22 ઓક્ટોબરનાં રોજ તેઓ આણંદનાં મહેમાન બનશે અને NDDB ની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન તેમ જ અમુલનાં સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મ જયંતી કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, 22 ઓક્ટોબરનાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ પણ છે. જન્મદિવસે દેશના ગૃહમંત્રી NDDB ના મહેમાન બનશે. આ ઉજવણીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મંત્રી, નેતા અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 31 ઓક્ટોબરનાં રોજ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવશે. સવારે 10 કલાકે તેઓ સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચશે અને હનુમાન દાદાનાં દર્શન કર્યા બાદ મંદિરે તૈયાર થયેલા નૂતન યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દાદાનાં સાનિધ્યમાં મારુતિ યજ્ઞમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અંગે કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી આપી છે. જણાવી દઈએ કે, નૂતન યાત્રિક ભવનમાં 1100 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.