ડબ્બા ટ્રેડિંગ એ ગેરકાયદેસર ટ્રેડિંગ પ્રેક્ટિસ છે. અહીં કોઈ નિયમનકારી માર્ગદર્શિકા અથવા કાયદા લાગુ પડતા નથી. અહીં નાણાં ગુમાવવાનો અર્થ એ છે કે રોકાણકાર પાસે તેને પાછું મેળવવાનો કોઈ કાયદેસર માર્ગ નથી.
જો તમે કોઈપણ શેર ખરીદવા અથવા વેચવા માંગતા હોવ તો આ માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં આ જરૂરી નથી.
ડબ્બા ટ્રેડિંગ એ એક ગેરકાયદેસર ટ્રેડ પ્રેક્ટિસ છે જે બજાર નિયમન સંસ્થાઓના કાર્યક્ષેત્રની બહાર કરવામાં આવે છે. આમાં, દરેક વ્યવહાર રોકડમાં થાય છે. આ ખૂબ નફાકારક હોઈ શકે છે પરંતુ તેના પર કોઈ નિયમો લાગુ નથી, તેથી જો તમે અહીં પૈસા ગુમાવો છો તો તમે કોઇ ફરિયાદ નોંધાવી શકતા નથી. આ જ કારણ છે કે ભારતમાં આ ટ્રેડિંગ પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડબ્બા ટ્રેડિંગ પર પણ ટેક્સ નિયમો લાગુ પડતા નથી. કારણ કે તે ગેરકાયદેસર છે, ટ્રેડિંગને અહીં થયેલા નફા પર ટેક્સ ચૂકવવો પડતો નથી.આના પર કોઈ કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અથવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવાનો નથી. એક મહત્વની વાત એ છે કે ડબ્બા ટ્રેડિંગ માત્ર શેરોમાં જ નહીં પરંતુ તેલ, તાંબુ, સોનું વગેરે જેવી કોમોડિટીમાં વધુ પ્રચલિત છે.
આ સિસ્ટમમાં, ઓપરેટર પોતે વ્યક્તિગત રીતે ઓર્ડર લે છે અને માર્કેટ બહાર ટ્રાંજેક્શન કરે છે . નફો નુકસાન અહીં પણ શેરના ભાવ વધઘટ પર નિર્ધારીત રહેશે. પરંતુ આમા સ્ટોક તમારા ખાતામાં આવશે નહીં, અને તેને તમે ડિમેટથી કંન્ટ્રોલ નહીં કરી શકો.આ તમામ વ્યવહારો ફક્ત બોલચાલ પર જ થાય છે. આમાં જોખમ ઘણું વધારે છે કારણ કે તેમાં કોઈ ગેરંટી નથી હોતી. જો એક દિવસ ઓપરેટર રોકાણકારના પૈસા લઈને ગાયબ થઈ જાય તો પણ તેને પાછું મેળવવાનો કોઈ રસ્તો રહેશે નહીં.
લીગલ ટ્રેડિંગમાં તમે તમારો ઓર્ડર સ્ટોક માર્કેટમાં આપો છો. તમારું રોકાણ ત્યાં સુરક્ષિત છે. સેબી શેરબજારમાં લિસ્ટેડ દરેક કંપનીના શેર પર નજર રાખે છે. 100 રૂપિયાની કિંમતનો શેર ખરીદવા માટે, તમારે લગભગ 101 રૂપિયા ખર્ચવા પડશે કારણ કે તમારી સુરક્ષા માટે ઘણા વધારાના શુલ્ક લાદવામાં આવે છે. જેમ કે, બ્રોકરેજ ફી, વિનિમય ફી, સેબી ટર્નઓવર ફી અને આવકવેરા વિભાગ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT). ડબ્બા ટ્રેડિંગમાં આવું કંઈ થતું નથી. અહીં તમામ વ્યવહારો બજારની બહાર અને કોઈપણ વધારાના શુલ્ક વિના થશે.