અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા સેહજાદ ખાન પઠાણ
રોડના તમામ કામો તાકીદે રી-ટેન્ડર કરવા અન્યથા કોંગ્રેસનો સખ્ત વિરોધ : પઠાણ
અમદાવાદ
સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ રોડના કામોની વિવિધ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે સત્તાધારી ભાજપના સત્તાધીશો છેલ્લા ૧૦ વર્ષમાં ડામરનો સારો અને ટકાઉ રોડ બનાવી નથી શકતાં પ્રજાને સારા રોડ રસ્તા આપી નથી શકતાં અને ભષ્ટ્રાચાર કરવાનો એકેય મોકો છોડતાં નથી દિવાાળીના તહેવારો નજીકમાં આવી ગયાં તેમ છતાં અમદાવાદની પ્રજાને નવા વર્ષમાં સારા રોડ નથી આપી શક્યાં મોટા ભાગના રોડ તુટેલા છે તેમ છતાં સત્તાધારી ભાજપના સત્તાધીશો ૯૨.૮૬ કરોડના નવા રોડ બનાવવાના નામે ચાર કામો લાવેલ છે આ બાબતે ફાઈલમાં જોતાં તમામ કામો એક સરખા ૨૪.૫૦ વધુ ભાવના ટેન્ડરો મંજુર કરવાનું કામ લાવેલ છે. તેમાં અંદાજની કુલ રકમ ૭૪.૬૨ કરોડની સામે ટેન્ડરોની કુલ રકમ ૯૨.૮૬ કરોડ જેથી તફાવતની રકમ ૧૮.૨૪ કરોડ જેટલી થવા પામેલ છે જેથી કોન્ટ્રાકટરોની દિવાળી સુધારવા માટે જ કામો લાવ્યા હોય તેમ જણાય છે તેમાંય વિમલ ક્રન્ટ્રકશન કું જે હાલ દક્ષિણ ઝોનમાં રોડના કામો કરી રહી છે તે કામો પણ સમયમર્યાદામાં પુરા નથી થયાં તેવા વિવાદાસ્પદ કોન્ટાકટરોને ૩૫ કરોડના અંદાજ કરતાં ૨૪.૫૦ % વધુ એટલે કે રૂા.૮.૫૮ કરોડનો વધારો આપી ૪૩.૫૮ કરોડના વધુ કામ આપી તંત્ર શું પુરવાર કરવા માંગે છે તે વિચારણા માંગી લે તેવી બાબત છે.ઉપરોક્ત કામોમાં ૨૪.૫૦ % જેટલો વધુ ભાવ આવેલ છે જેથી અંદાજ ખોટો મુકવામાં આવેલ છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કારણ કે આટલો મોટો તફાવત શક્ય નથી એટલે કે ક્યાં અંદાજ ખોટો છે ક્યાં એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ નકકી કરવામાં મોટી રકમ મુકવામાં આવે તે બાબત સ્પષ્ટ છે. આ એક ગંભીર બાબત છે. આ અંગે સમગ્ર ઈજનેર વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી જાય છે. જેથી આ તમામ કામો તાકીદે રી-ટેન્ડર કરવા જોઈએ. અન્યથા આ કામો બાબતે કોંગ્રેસનો સખ્ત વિરોધ છે.