રાજ્યના આપણે નાગરિક હોઈએ એટલે દેશ તથા રાજ્ય માટે હર હમેશા વિચારસરણી ઉમદા હોવી જોઈએ, દેશ માટે મરી પીટવાની ભાવના હોવી જોઈએ તે જ ભારતનો નાગરિક કહેવાય, ત્યારે ગુજરાત એટલે સલામતી રાજ્ય કહી શકાય પણ આ ગુજરાતના જીજે 18 માં અગાઉ અક્ષરધામ કાંડ જે બન્યો હતો તેમાં ત્રાસવાદીઓ ગમે તેટલી સલામતી છતાં ઘૂસી જવામાં સફળ થયા હતા, ત્યારે જ્યાં મુખ્યમંત્રી, મંત્રીઓ ધારાસભ્યો, અધિકારીઓ બેસે છે, ત્યાં સલામતીના અનેક છીંડા કહો કે બાકોરાં જોઈ શકાય છે, બાકી કાંઈ થાય નહીં, ત્યાં સુધી બધું ચાલે, પણ જ્યારે ઘટના બને ત્યારે કડક થાય તો અત્યારે કેમ નહીં? સચિવાલયની સલામતી માં સવારે જે મજૂરોને લાવવામાં આવે છે, તેમાં ટ્રેક્ટર અને વાહનોમાં જેમ રેલવે સ્ટેશન એ અને એસટી સ્ટેન્ડે મુસાફરો જેમ ઠલવાતા હોય તેમ સચિવાલયમાં મજૂરો ઠલવાય છે, ત્યારે આ લોકો પાસે આઈ કાર્ડ છે ખરું? અને હોય તો ગેટ પાસે ફક્ત વાહન ચાલકને જોઈને આખી ગાડી ભરેલી મજૂરોની જવા દેવામાં આવે છે, જે ગંભીર બાબત કહી શકાય ત્યારે સવારે ૮ થી ૧૦ વાગ્યા પહેલા 500થી પણ વધારે મજૂરોની એન્ટ્રી થઈ જાય છે, હવે સલામતીની વાત હોય તો મજૂરો તો રોજબરોજ બદલાતા જતા હોય છે, ત્યારે આ જવાબદારી કોની? કોન્ટ્રાક્ટર ની કે એજન્સીની? જે મજૂરો અંદર આવે છે તેમના આઈ કાર્ડ વિના પ્રવેશ સચિવાલયમાં કઈ રીતે આપી શકાય,
સલામતી જોવા જઈએ તો સીએમ, મંત્રી, એમએલએ, અધિકારીઓની ખરી? સલામતી શાખા એ આ પ્રશ્ને ગંભીરતાથી વિચારવાની જરૂર છે, જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે તો એન્ટ્રી આપવામાં નથી આવતી, ત્યારે તે કર્મચારી પાસે આઈકાર્ડ પણ છે, ત્યારે મજૂરો થોક બંધ સવારે જે એન્ટ્રી મેળવે છે, તેની ચકાસણી થાય છે ખરી? ના તો સલામતી નો પ્રશ્ન ગમે ત્યારે બને તો જવાબદારી કોની?
Box
સચિવાલયમાં મજૂરોના શ્ર્લાંગમાં ત્રાસવાદી ઘૂસી જાય તો શું? અક્ષરધામ કાંડમાં તમામ ચકાસણી છતાં ત્રાસવાદીઓ ઘૂસી ગયા હતા, ત્યારે સચિવાલયમાં સવારે ૮ થી ૧૦ પહેલા 500થી વધારે મજૂરોને વાહનોમાં ઠાલવવામાં આવે છે, આ મજૂરો પાસે કોઈ આઇ કાર્ડ નથી, અને હોય તો ચકાસી થતી નથી, સલામતી માટે ગંભીર બાબત કહી