Gj 18 શહેરમાં હવે ખનીજ માફિયાઓએ ચોરી કરવાનું નેટવર્ક બદલી નાખ્યું છે, ત્યારે ખનીજ માફીઆઓ ચોરીઓ રાત્રે 10 વાગ્યા પછી નદીના પટમાં ટ્રકો પહોંચી જાય અને સવારના 6 વાગ્યા સુધી ચોરીઓ અઢળક થાય છે, ત્યારે લાખો રૂપિયાના ખરીદેલા ડ્રોન ક્યાં છે? તે પ્રશ્ન છે ત્યારે શહેરના રોડ રસ્તા પર હવે ધોળા દિવસે વાહન નંબરની ગાડીઓ બેફામ ખનીજ માફીયાઓની ફરી રહી છે, ત્યારે ઓવરલોડ રેતીઓ ભરવાના કારણે રોડ, રસ્તા તૂટી ગયા નો આ પણ એક નમૂનો કહી શકાય,
અગાઉ રૂપાણી સરકાર વખતે રેતી માફિયાઓને નાથવા ડ્રોનની જે ખરીદી કરવામાં આવી હતી તે ડ્રોન મૌન કેમ થઈ ગયા છે, રોજબરોજ લાખો રૂપિયાની રેતીઓ એવું ખનીજ રાત્રે અને હવે ધોળા દિવસે ઉલ્લેચાઈ રહ્યું છે, માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો નંબર વગરના ડમ્પરિયા અને ઓવરલોડ ભરેલું ડમ્પર જ્યારે જમ્પર કુદાવે ત્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે મોટું બમ્પર ખનીજ ચોરીનો જબરજસ્ત ચાલી રહ્યું છે ત્યારે નંબર વગરની ગાડીઓના કારણે કેમેરામાં ન પકડાય તે માટે ટ્રેક્ટર અને ટ્રકો દે ધનાધન રાત્રે અને હવે દિવસે ચાલી રહી છે
જીજે 18 ખાતે સૌથી વધુ ખનીજ ચોરીનો કૌભાંડ સામે આવી રહ્યું છે ડ્રોન તંત્ર ખરીદેલા મૌન થઈ ગયા છે, નંબરો વગરના ટ્રકો કેમેરાથી બચવા અને રાત્રે કોઈને ઠોકી દેતો નંબર વગર પકડવા કેમ તે પ્રશ્ન છે ત્યારે હેલ્મેટ ના કાયદા કરતાં અહીંયા કડક કરવાની માંગ ઉઠવા પામી છે