Gj 18 એટલે ગુજરાતનું પાટનગર કહો કે ગુજરાતનું જમાદાર ત્યારે સૌ પ્રથમ ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાંથી કાયદો, નિયમો, પરિપત્રો, આદેશો, ઠરાવો, જ્યાંથી પસાર થાય છે, ત્યાંથી ટ્રાફિક શાખા એ હેલ્મેટનો કાયદો કડક કરવાની અમલદારી સાથે ફિલ્ડીંગ સચિવાલયના મુખ્ય ગેટ પાસે કરી હતી, ત્યારે અનેક કર્મચારીઓ મોટાભાગના હેલ્મેટ વિનાના હોવાથી દંડાયા હતા, ત્યારે ઘણા કર્મચારીઓ વાહનો બહાર મૂકીને સચિવાલય પગપાળા યાત્રા કરી હતી, ત્યારે સાંજ સુધીમાં મોલમાં ફૂટપાથ પર વેચનારા હેલ્મેટ ટપોટપ વેચાઈ ગયા હતા,
રોડ રસ્તા પર રહેતા ફેરીયાઓને પણ તડકો પડ્યો હતો, બાબુઓ હેલ્મેટ ખરીદવા નીકળ્યા ત્યારે ભાવ પણ ફેરીયાઓએ પકડી રાખ્યો હતો, બાકી 900 ના હેલ્મેટ 700 સુધી આપી દે, પણ તડાકો પડતા ફેરીયાઓએ પણ દિવાળી અત્યારથી કરી લીધી