અમદાવાદ રાજાની કુંવરીની જેમ વિકસી રહ્યું છે, દિવસે ના વધે તેટલું રાત્રે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદના ઘણા જ મોટાભાગના ગીચ વિસ્તારો હવે પોલ્યુશનની ઝપેટમાં આવી ગયા છે, ત્યારે રહેવા લાયક વિસ્તારો કયા? તે પ્રશ્ન ઉદભવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના ગીત વિસ્તારોથી લઈને જો પ્રથમ ક્રમાંક આપવામાં આવે તો શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ, હાંસોલ, ઇન્દિરા બ્રિજ કહી શકાય, ત્યારે ત્યાં શુદ્ધ હવાનું કારણ અને પોલ્યુશન બિલકુલ ઓછું જે કારણ છે તેમાં આર્મી કેમ્પ, એરપોર્ટ, ઘોડા કેમ્પ જે જગ્યાઓ છે તે હજારો વીઘામાં પથરાયેલી છે અને ત્યાં કોઈ આવાસો અને સિમેન્ટના કોંક્રીટના જંગલો નથી એરપોર્ટના કારણે ત્રણ માળીયા પછી કોઈ મંજૂરી નથી
દેશ આઝાદ થયા બાદ આર્મી કેમ્પની જે જગ્યા છે ત્યાં વૃક્ષો મોટી સંખ્યામાં ઉગેલા છે, અને ઘોડા કેમની જગ્યા પણ સૌથી મોટી ફેલાયેલી છે, એરપોર્ટ બાદ સાબરમતી નદી નો પટ આવી જતા શુધ્ધ હવાનો અહેસાસ અહીંયા જોવા મળે, ત્યારે અહીંયા ના વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકોને બી-૧૨ ની કમી રહેતી નથી, આરોગ્ય અને રહેવા માટે તથા શુદ્ધ હવા જો ગણવામાં આવે તો અમદાવાદનો આ વિસ્તાર ટોક ઓફ ધ ટાઉન અને નંબર વન કહી શકાય
Box
અમદાવાદ શહેર હવે પ્રદૂષણમાં ભારે વધારો થયો છે, ત્યારે પ્રદૂષણ મુક્ત જો અમદાવાદમાં રહેવા લાયક અને શુદ્ધ હવા હોય તો તે શાહીબાગ, મેઘાણીનગર, હાંસોલ, એરપોર્ટ, ઇન્દિરા બ્રિજના છેડે આવેલા અને નોબલ નગર પણ કહી શકાય, અહીંયા હજુ પણ આર્મી કેમ્પ, એરપોર્ટ, ઘોડા કેમ્પથી લઈને સરકારી જગ્યાઓના કારણે ગ્રીનેરી અકબંધ છે જોવા જઈએ તો આ વિસ્તારોમાં શાહીબાગ (VIP), મેઘાણીનગર થી લઈને હાંસોલ જોવા વિસ્તારોમાં મીલ કામદાર મજૂરોની સંખ્યા વધુ જોવા મળે, એરપોર્ટના કારણે અહીંયા ડેવલપમેન્ટ નથી,