Gj 18 શહેરમાંથી ફૂડ વિભાગ વર્ષો બાદ જાગ્યું છે, ત્યારે મીઠાઈઓથી લઈને અનેક વેપારીઓને ત્યાંથી નમુના લીધા છે, ત્યારે આ બધું વેચાઈ ગયા બાદ અને પેટમાં પધરાઈ ગયા બાદ રિપોર્ટ દિવાળી પછી આવશે, ત્યારે દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુધ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ફૂડ સેફ્ટી શાખા એક્ટિવ થઈ છે. તહેવારોમાં જાહેર જનતાને શુધ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડીયું ઉજવવામાં આવી રહ્યું છે જે દરમ્યાન અલગ અલગ કામગીરી કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વેચાતી તમામ ખાદ્યચીજો આવરી લેતા એન્ફોર્સમેન્ટ નમુનાઓ જેવા કે માવો, મીઠો માવો, ધી, તેલ, સ્પાઇસીસ, બરફી, મીઠાઇ, ફરસાણ, ડ્રાયફુટ, દુધ અને દુધની બનાવટોના કુલ 90 જેટલા નમુનાઓ લઇ ગુજરાત રાજયની ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
તેમજ જન જાગૃતિ લાવવા માટે અત્રેની કચેરી દ્વારા નાસ્તાની નાની લારીઓ તથા નાના પાયે નાસ્તાનું વેચાણ કરતા 500 જેટલા હોકરોને ફોસ્ટેકની ટ્રેનીંગ તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એકટ-2006 હેઠળ સીડ્યુલ-4 અન્વયેની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન અર્થે માહિતી પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત વેપારીને હાઇજીન કીટ તથા ફોરસ્ટેક ટ્રેનીંગ સર્ટીફીકેટ આપી લાયસન્સ /રજીસ્ટ્રેશનની પણ કાર્યવાહી કરાઈ છે.
આ સિવાય લાઈસન્સ /રજીસ્ટ્રેશન કેમ્પ યોજી સ્થળ પર જ કુલ 40 જેટલા રજીસ્ટ્રેશન ફુડ બીઝનેશ ઓપરેટરને આપવામાં આવ્યા છે. જ્યારે ફુડ સેફટી ઓન વ્હીલ્સ તથા ફુડ સેફટી ઓફિસરો દ્વારા કાયદાની જન જાગૃતિ અર્થે જિલ્લાની શાળાઓ તેમજ કૉલેજો ખાતે ફુડ સેફટી અવેરનેશ પ્રોગ્રામ કરી વિદ્યાર્થીઓને ફુડ સેફટીના અન્વયેના વીડીઓ/ પેમ્પલેટ, ટેસ્ટીંગ મશીનરી, પ્રાથમિક ફુડ ચકાસણીના ડેમોસ્ટ્રેશન સાથે માહીતગાર કરવામાં આવ્યું છે.
ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળો પર ખાદ્યચીજો જેવી કે તળાવમાં આવતા તેલ, મીઠું, મીઠાઇ પરની વરખ, ઘી, દૂધ, સ્પાઇસીસની આકસ્મીક પ્રાથમિક ચકાસણી કરવામાં આવેલ.જે અન્વયે કુલ 205 નમુનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.