વર્ષો પહેલા કાંકરિયા, પછી કેનાલ, અને હવે રિવરફ્રન્ટ બની સુસાઈડ પોઇન્ટ? પાંચ મહિનાનાં આંકડા વાંચો

Spread the love

સાબરમતી નદી આમ તો રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ કેટલાક લોકો મોતને પણ વ્હાલું કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે 108 લોકોએ નદીમા કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. તથા 27 લોકોને જીવીત બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 1000 થી વધારે કોલ મળ્યા હતા. જેમાંથી 700 થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. અને આશરે 200 જેટલા લોકોને બચાવી શકાયા હતા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટા ભાગે ઘરેલુ કંકાસ, આર્થિક સંકડામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાના કારણ જવાબદાર જાણવા મળ્યા હતા. જોકે સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને આ વર્ષે 27 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. પરંતુ આ વર્ષે મોતની સંખ્યામં કોઇ ફેરફાર જોવા ન મળતા તે ચિંતાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com