દેશનું પાટનગર પ્રદુષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને હવે સરકારી કચેરીઓમાં પણ અડધાથી વધુ સ્ટાફને વર્ક ફ્રોમ હોમની સૂચના આપવી પડી છે પણ ફકત દિલ્હી જ નહી. દેશના મોટાભાગના મહાનગરો, શહેરો પ્રદુષણથી ઘેરાઈ રહ્યું છે. હાલમાં જ વિશ્ર્વના 100 સૌથી વધુ પ્રદુષીત શહેરોની જે યાદી જાહેર થઈ છે તેમાં કોઈ ભારતના હોવાનો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીમાં તો પ્રદુષણનો આંક 500ને આંકને વળોટી ગયો છે જે અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ છે પણ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સના ગ્લોબલ મોબીલીટી વેબ પ્રેઝન્ટેશનમાં ભારતના આ 39 શહેરોની યાદી અપાઈ છે. ભારત બાદ ચીનમાં સૌથી વધુ પ્રદુષણ છે અને 39 શહેરો આ યાદીમાં છે. જયારે પાકિસ્તાન આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને બાંગ્લાદેશ તથા નેપાળ પણ ટોપ પાંચમાં સામેલ છે. આમ વિશ્વના સૌથી પ્રદુષિત 100 શહેરોમાં 50%થી વધુ તો ભારતીય ઉપખંડમાં છે. ભારતના શહેરમાં દિલ્હી તો સ્વાભાવિક રીતે નંબર વન છે. બાદમાં ગાઝીયાબાદ, ભુવનેશ્વર, હુબલી, કર્ણાટકનું ગુલબર્ગા અને બુંદેલ શહેર છે. ભારતમાં પ્રદુષણ માટે વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિકની સ્થિતિને મુખ્ય જવાબદાર ગણાવાયા હતા. મુંબઈ તેમાં પ્રથમ સ્થાને છે. જયાં પ્રતિ કિલોમીટર 43% વાહનો છે. કોલકતામાં 308 પુનેમાં 248 દિલ્હી જે સૌથી વધુ પ્રદુષિત છે ત્યાં પ્રતિ કિલોમીટર 93 જ વાહનો છે. આ ઉપરાંત બેંગલુરુ જે ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરે છે તે વાહનોની ગતિ ઘટાડે છે અને પ્રતિકલાક લગભગ 10 કીમી જ આગળ વધી શકે છે. એક કવોલીટી ઈન્ડેકસમાં તો ટોચના 100માંથી ભારતના 60 શહેરો આવી શકે છે. સૌથી વધુ પ્રદુષિત દેશ બાંગ્લાદેશ છે જે 79.9 પીએમ 2.5 યુજી/એમ 3 ધરાવે છે. બીજા ક્રમે પાકિસ્તાન (73.7) અને ત્રીજા ક્રમે ભારત (54.4) પીએમ 2.5 પ્રકારનું પ્રદુષણ ધરાવે છે.