ઈન્કમ ટેક્સના પ્રિ. ચીફ કમિશનર યશવંત ચૌહાણ અને આવકવેરા પરિવાર દ્વારા પ્રથમ વખત સિલ્વર મેડલની સિદ્ધિ બદલ સૂરજ, હિમાંશ અને ભારતની ટીમને અભિનંદન પાઠવ્યા
સિલ્વર મેડલ જીતનાર સૂરજ દેસાઈ અને હિમાંશ મહેતા
ઇન્કમટેક્સ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ (ગુજરાત) ગુજરાતમાં વિકાસની રમતો માટે જે રસ દાખવી રહ્યા છે તે બદલ સમગ્ર પીઆર સીસી ઓફિસ ટીમે ખૂબ ખૂબ આભાર માન્યો
અમદાવાદ
અમદાવાદ ઇન્કમટેક્સ અધિકારી સૂરજ દેસાઈ, હિમાંશ મહેતાએ પેરુમાં લીમા ખાતે યોજાયેલી પિકલબોલ વર્લ્ડ કપ 2024માં સિલ્વર મેડલ મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ એક અદ્ભુત સિદ્ધિ છે, ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં 36 દેશોએ ભાગ લીધો હતો.
આવકવેરા કમિશનર અને ઈન્કમટેક્સ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, ગુજરાતના પ્રમુખ દુર્ગા દતે જણાવ્યું હતું કે આવકવેરા પરિવાર આ સિદ્ધિ બદલ સૂરજ, હિમાંશ અને ભારતની ટીમને અભિનંદન પાઠવે છે.સૂરજ દેસાઈ ઈન્કમટેક્સ અમદાવાદ ખાતે કામ કરે છે, તેમની ટેનિસની રમતમાં મેરીટોરીયસ સ્પોર્ટ્સ ક્વોટાની ભરતી નીતિ હેઠળ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી, તેઓ મૂળભૂત રીતે સ્ટેન્ડિંગ ટેનિસ ખેલાડી છે અને આવકવેરા વિભાગ અને ગુજરાત રાજ્ય માટે ઘણા મેડલ જીત્યા હતા પરંતુ ઈન્ટરનેશનલ લેવલે તેમની આ પ્રથમ સિદ્ધિ છે. ઈન્કમ ટેક્સના પ્રિ. ચીફ કમિશનર યશવંત ચૌહાણ અને તેમની ઓફિસની ટીમ ગુજરાત રાજ્યમાં રમતગમતના વિકાસ માટે ખૂબ જ રસ લઈ રહી છે. ઇન્કમટેક્સ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ(ગુજરાત) ગુજરાતમાં આવક વિભાગમાં વિકાસની રમતો માટે જે રસ દાખવી રહ્યા છે તે બદલ સમગ્ર પીઆર સીસી ઓફિસ ટીમનો ખૂબ ખૂબ આભાર માને છે.