અમદાવાદ
પ્રાણીસંગ્રહાલય, કાંકરિયા, અમદાવાદમાં નવા આકર્ષણ ખુલ્લા મુકવા બાબતે શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન મેયર, જતીન પટેલ માન. ડે.મેયર, દેવાંગ દાણી, ચેરમેન સ્ટે. કમિટી,પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન એ.ડાગા, માન.ચેરમેન રીક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી જયેશભાઈ ત્રિવેદી અને ડે.ચેરપર્સન રીક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી શ્રીમતી સ્નેહાબા પરમાર જણાવે છે કે કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દિવાળીના ભેટ સ્વરૂપે ૦૨ નવી વાઘણ તેમજ ૦૬ નવા દિપડાઓ તા.૨૫.૧૦.૨૦૨૪ થી મુલાકાતીઓને નીહાળવા મળશે.
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં નવા પ્રાણીઓ ઉમેરવા માટે ગોરેવાડા ઝૂ, નાગપુરથી પ્રાણીઓનો વિનીમય કરી તા.૨૬.૯.૨૦૨૪ ના રોજ ૦૨ વાઘણ તેમજ ૦૬ દિપડાઓ (૦૩ જોડ) ગોરેવાડા ઝૂ થી કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ એક માસ સુધી આ પ્રાણીઓને કવોરેન્ટાઈનમાં રાખવાના હોવાથી તેઓને કવોરેન્ટીન માટે વિશિષ્ટ પ્રકારના વાતાવરણમાં મુલાકાતીઓથી દુર રાખવામાં આવ્યા હતા. આ પ્રકારની કામગીરી કરવાથી નવા આવેલ પ્રાણીઓ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના વાતાવરણ સાથે ટેવાઈ ગયેલા છે અને તેઓ તંદુરસ્ત પણ છે.તા. ૨૫.૧૦.૨૦૨૪ ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પછી મુલાકાતીઓ માટે નવા નજરાણા સ્વરૂપે શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન,મેયર સહિત અન્ય પદાધિકારીઓ આ પ્રાણીઓને નીહાળવા ખુલ્લા મૂક્યા અને હવે આવનાર મુલાકાતીઓ નવા પ્રાણીઓને જોઈ શકશે.