અમદાવાદ
આજ તા.૨૬/૧૦/૨૦૨૪ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત RRR (રીડ્યુસ રીયુઝ અને રિસાયકલ) અંગેની રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમની પહેલમાં તમામ નાગરિકોને જોડવા સાથે ઘરમાં વધારાના કે બિન વપરાશી સામાનને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા પ્રયત્ન રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા RRR વાહન તમામ ઝોનમાં વ્યવસ્થા કરી ચાલુ કરાયેલ છે. જે અંતર્ગત ઝોન વાઇઝ આવા માલ સામાનના કલેક્શન કરવા માટે RRR વાહન દ્વારા સમાન એકઠો કરી ઝોનના એક મુખ્ય કલેક્શન સેન્ટરમાં વર્ગીકૃત કરી લોકો સુધી પહોંચાડાય છે. આ પહેલની લોક ભાગીદારી માટે જાણ કરવા સાથે SBM માં પણ લોકભાગીદારી માટે લોકજાગૃતિ IEC એક્ટીવિટી અંર્તગત ટેબલો વાહન બેવડા હેતુથી ઝોનમાં ચલાવાય છે.
આજે ઘાટલોડિયા વોર્ડમાં કર્મચારીનગરમાં RRR વાન અને SBM ટેબલો જન જાગૃતિ કરતાં પહોંચેલ. જે આ દરમિયાન કર્મચારી નગરમાં વસતા ડેપ્યુટી મેયર જતીન પટેલની નિવાસ્થાન સોસાયટી પહોંચતા તેઓ દ્વારા જાત માહિતી મેળવેલ. તે સાથે ઉમળકાભેર આસપાસ પડોશના રહીશોને જાણ આપી ભાગ લેવા અપીલ કરવા સાથે પોતાના કુટુંબિક સભ્યોના આવા વધારાના ચીજ વસ્તુઓ તથા કપડાં સામાન એકઠા કરી RRR ટીમને અર્પણ કરેલ. જે સમાજના શ્રેષ્ટી અને હોદ્દેદારો દ્વારા RRR પ્રવૃતિને અપાતા પ્રોત્સાહન અને લોકભાગીદારી તરીકેનાં વ્યકિતગત પ્રદાનની નોંધ લેવા સારુ જાહેર નોંધ લેવા આ બાબત રજૂ કરેલ છે.