બનાસકાંઠા
બનાસકાંઠામાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવવાની ઘટના સામે આવી છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના સામે આવી છે. વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે.શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવનો નકલી હુકમ બનાવ્યો હોવાનું સામે આવ્યુ છે. થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને બદલીનો નકલી ઓર્ડર આપ્યો હતો. નકલી હુકમ સામે આવતા જ શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લીધા હતા. શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે.
નકલી આઇપીએસ, નકલી ટોલનાકુ, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો ઓર્ડર આપ્યાનો પર્દાફાશ થયો છે. વડગામની એક પ્રાથમિક શાળાના શિક્ષકે આ કારસ્તાન કર્યું હોવાનો ખુલાસો થયો છે. શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે.