માણસા તાલુકાના રીદ્રોલમાં નવચેતન મંડળ સંચાલિત જ્યોતિ વિદ્યાલય ખાતે મદદનીશ શિક્ષકશ્રી મનુભાઈ બેચરભાઈ પ્રજાપતિનો વયનિવૃત્તિ સન્માન સમારોહ શાળા પરિસરમાં યોજવામાં આવ્યો. જેમાં નવચેતન મંડળના મંત્રીશ્રી અનિલભાઈ પટેલ સાહેબ,શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ પટેલ,શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.મંત્રીશ્રી અનિલભાઈ તથા આચાર્યશ્રી જીગ્નેશભાઈએ સાહેબશ્રીનું શ્રીફળ , સાકર અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરી નિવૃત્ત જીવનની શુભેરછાઓ પાઠવી હતી.
રીદ્રોલ હાઇસ્કૂલના શિક્ષકશ્રીનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments