ગાંધીનગરમાં દિવાળીના દિવસે યોજાનાર રન ફોર યુનિટી દોડમાં 5 હજાર લોકોને જોડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો

Spread the love

ગાંધીનગર

ગાંધીનગરમાં 31 ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસે સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર પાંચ હજાર લોકોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવતા તહેવારોમાં અધિકારો પણ અવઢવમાં મુકાઈ ગયા છે.

31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘રન ફોર યુનિટી’નું સુચારું આયોજન કરવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક અંતર્ગત કલેકટર દ્વારા 31 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર હોવાથી વિશેષરૂપે આ કાર્યક્રમનું આયોજન સુચારું રૂપે કરાય તેનું ધ્યાન રાખવા જિલ્લા અધિકારી, પદાધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ અંતર્ગત સેન્ટ્રલ વિસ્ટા ખાતે થઈ રહેલા આયોજનમાં ગાંધીનગરના ચારથી પાંચ હજાર લોકોને જોડવાનો લક્ષ્યાંક છે. જેને લઈ અધિકારી કર્મચારીઓ પણ અવઢવમાં પડી ગયા છે.

ઉલ્લેખનીય છે કે 2012 થી ‘રન ફોર યુનિટી’ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમ આ વર્ષે પણ સૌના સહયોગથી એકતા દોડનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તેવી આશા તંત્રને છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં દિવાળી વેકેશન પડી ગયું છે. એવામાં ચાર પાંચ હજારની મેદની રન ફોર યુનિટી દોડમાં જોડવા તંત્રના બાબુઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com