સ્ટોરી: પ્રફુલ પરીખ
ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રેક્ટિસ કરી હતી
આવતીકાલની બીજી વન-ડે મેચના મુખ્ય ખેલાડીઓમાં ભારતના યસ્તિકા ભાટિયા, દિપ્તી શર્મા,ન્યૂઝીલેન્ડના બ્રુક હેલીડે અને જેસ કેર
અમદાવાદ
27 ઓક્ટોબર એટલે કે આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહિલાઓની આંતરરાષ્ટ્રીય ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે માટે બંને ટીમો ટકરાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ભારત સીરીઝ જીતવા માટે અને ન્યૂઝીલેન્ડ સિરીઝ બરાબર કરવા માટે કી બેટલ્સ ગેમ રમાશે. મેચ પૂર્વે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ પ્રેક્ટિસ કરી હતી ન્યૂઝીલેન્ડ ની ટીમ ફૂટબોલ ની પ્રેક્ટિસ પણ કરી હતી.આ સિરીઝ માટે સત્તાવાર પ્રસારણ ન્યૂઝ સ્પોર્ટ્સ 18 નેટવર્ક ટીવી ટેલિકાસ્ટ કરશે. ટેલિગ્રામ વિકલ્પો લાઇવ જોવા માટે ચાહકો JioCinema એપ્લિકેશન અને વેબસાઇટ પર ટ્યુન કરી શકે છે.ભારતીય મહિલા ખિલાડીઓ પ્રથમ વન-ડે જીતવામાં સફળ રહી છે અને જીતીને 1-0ની લીડ મેળવી છે ભારતને આવતીકાલે 2-0થી અજેય લીડ મેળવવાની આશા પણ છે.જ્યારે ન્યુઝીલેન્ડની મહિલાઓ મેચ એક એકની લીડથી બરાબર કરવા આતુર હશે.
ન્યૂઝીલેન્ડ ટીમ કોચ બેન સોયર
આવતીકાલની મેચમાં અમે સારું પ્રદર્શન કરી શકીશું તેવી મને આશા : ન્યૂઝીલેન્ડ ટીમ કોચ બેન સોયર
મેચ પૂર્વ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આજે ન્યૂઝીલેન્ડ ટીમના કોચ બેન સોયરે જણાવ્યું હતું કે ટેસ્ટ સીરીઝની મેચોમાં મહિલા ટીમના ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે ને વર્લ્ડ કપ ૨૦૨૪ જીત્યા બાદ અમદાવાદમાં ત્રણ વનડે ની સિરીઝમાં પ્રથમ વન-ડેમાં ફ્લેટ વિકેટના લીધે કમનસીબે અમે સારું પ્રદર્શન ન કરી શક્યા અને અમે વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ આવતીકાલની મેચમાં અમે સારું પ્રદર્શન કરી શકીશું તેવી મને આશા છે. કેર સિસ્ટર્સ નું પ્રદર્શન સારું રહ્યું છે પરંતુ કાલે શું કરશે તે સમય જ બતાવશે.
માનવ મિત્ર દૈનિકના પત્રકારે આવતીકાલની મેચની સ્ટ્રેટેજીનાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સોયરે કહ્યું કે અમારી ટીમના ખેલાડીઓ આવતીકાલની મેચમાં સૌથી વધુમાં વધુ રન બનાવી શકીએ તેવી મને આશા છે. પ્રથમ વન-ડેમાં રન ચેસ કરી ન શક્યા અને વિકેટો ગુમાવી દીધી હતી અને અમે હારી ગયા હતા પરંતુ ઈન્ડિયાની ટીમ પાવર પ્લેમાં સારું રમી. અને 50 ઓવરમાં 227 રનની સારો સ્કોર બનાવી મેચ જીતી લીધી હતી.
ભારતીય વિમેન્સ ટીમની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્મા
આવતીકાલની રવિવારની મેચ જીતી શ્રેણી વિજય માટે પ્રયાસ કરીશું : દીપ્તિ શર્મા
ભારતીય વિમેન્સ ટીમની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ વન-ડેના સારા દેખાવથી ભારતીય ટીમ ઉત્સાહમાં છે જેથી આવતીકાલની રવિવારની મેચ જીતી શ્રેણી વિજય માટે પ્રયાસ કરીશું. ભારતીય ટીમની કેપ્ટન હરમન પ્રીત રવિવારની નિર્ણાયક મેચ રમી શકે કે નહિ એ અંગે ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે એમ જણાવ્યું હતું. પ્રથમ વન ડે મેચમાં ન્યુઝીલેન્ડ કપ્તાન સોફીને દીપ્તિ શર્માએ અનયુઝિઅલ રીતે રન આઉટ કર્યા અંગે જણાવ્યું કે રન આઉટ નો કોલ વિકેટ કીપરનો હતો. અત્રે નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ જ્યારે મેચમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું હતું ત્યારે દીપ્તિ શર્માની બોલિંગ માં ન્યુઝીલેન્ડ કપ્તાન રન લેવા આગળ આવી ઊભા રહી અને દીપ્તિ શર્મા એ વિકેટ કિપરના કોલથી બોલ થ્રો કર્યો અને ન્યુઝીલેન્ડ કપ્તાન શરમજનક રીતે રન આઉટ થતા ન્યુઝીલેન્ડ ટીમ ગેમામાં પછી આવી શકી નહિ, અંતે પહેલી વન ડે ૫૯ રનથી હારી.
ન્યુઝીલેન્ડ ટીમમાં કેર સિસ્ટર થી ઓળખાતી બે બહેનો એ ગુરુવારની ઇન્ડિયા સામેની પ્રથમ મેચમાં કુલ 7વિકેટો ઝડપી હતી જેના જવાબમાં દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે અમે કેર બહેનોના બોલિંગ આક્રમણ સામે નવી વ્યુહથી રમી કાલે સારું પ્રદર્શન કરીશું
ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું અને મુકાબલો 59 રનથી જીત્યો. ન્યુઝીલેન્ડની મહિલા ટીમની ઓલ-રાઉન્ડર એમેલિયા કેર ડાબા ક્વાડ્રિસેપ સ્નાયુની ઈજાને કારણે ભારતની મહિલાઓ સામેની બાકીની ODI મેચમાંથી બહાર થઈ ગઈ છે.ભારત માટે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને રાધા યાદવ તેમનાં મુકાબલામાં એક વિકેટ લીધી હતી અને 41 રન બનાવ્યા હતા, જ્યારે બાદમાં 3 વિકેટ ખેરવી હતી, જેણે વ્હાઇટ ફર્ન્સની કમર તોડી હતી. જો ભારત મહિલા ટેલિગ્રામ હરમનપ્રીત કૌરને લાવશે તો રસપ્રદ રહેશે જેને છેલ્લી મેચમાં નિગલને કારણે આરામ આપવામાં આવ્યો હતો. સ્ટેન્ડ-ઇન કેપ્ટન સ્મૃતિ મંધાનાનું ફોર્મ ભારતીય મહિલાઓ માટે ચિંતાજનક પરિબળ રહ્યું છે, જેઓ મોટા રન બનાવવા માટે તેમના ટોચના ક્રમ પર આધાર રાખે છે.ન્યૂઝીલેન્ડની મહિલાઓ ઇચ્છશે કે તેમના અનુભવીઓ સુઝી બેટ્સ અને સોફી ડિવાઇન આવતીકાલની મેચમાં જીતી શ્રેણી ૧-૧ થી બરાબર કરે અને 29 ઓક્ટોબર ની આખરી મેચમાં વન-ડે શ્રેણી જીતવાની ઉમ્મીદ બનાવે.ભારત અને ન્યૂઝીલેન્ડ ની વનડે મેચોમાં ન્યુઝીલેન્ડની મહિલાઓએ ODI હેડ-ટુ-હેડમાં જબરજસ્ત લીડ જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે, જેણે 55 માંથી 33 જીતી છે, જ્યારે ભારતની મહિલા 21 મેચનું સંચાલન કરે છે, જેમાં એકનો અંત આવ્યો નથી.
આવતીકાલની બીજી વન-ડે મેચના મુખ્ય ખેલાડીઓમાં ભારતના યસ્તિકા ભાટિયા, દિપ્તી શર્મા ન્યૂઝીલેન્ડના બ્રુક હેલીડે અને જેસ કેર છે. મેચની મુખ્ય લડાઈઓ એક નિર્ણાયક યુદ્ધ જેવી છે જ શેફાલી વર્મા અને જેસ કેર વચ્ચે છે. વર્માની આક્રમકતાને કેરની પેસ પડકારશે, જેણે પ્રથમ ન્યૂઝ મેચમાં શિસ્ત સાથે બોલિંગ કરી હતી. રાધા યાદવ અને સોફી ડિવાઈનની મેચનું પણ આતુરતાપૂર્વક અનુસરણ કરવામાં આવશે, કારણ કે પરિણામમાં બંને ખેલાડીઓ મહત્વ ધરાવે છે. સાઈમા ઠાકોર અને તેજલ હસબનીસ બંનેની પ્રથમ મેચમાં ડેબ્યુ થઈ છે જેમાં સાઇમા ઠાકોરે 26 સનમાં બે વિકેટ ઝડપી હતી.